<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

બંગાળના કૂચબિહારના ઝિરો પોઈન્ટ પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફ્ળ બનાવ્યો : BSFએ મોરચો સંભાળ્યો

સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના તાત્કાલિક એક્શનના કારણે એક મોટી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવનો માહોલ સર્જાયો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની કડક દેખરેખ હોવા છતાં, પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના મેખલીગંજ બ્લોકમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના તાત્કાલિક એક્શનના કારણે એક મોટી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

(9:25 PM IST)