<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

બિહારમાં MLC ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર :ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સહિતનાને ટિકિટ :સંજય મયૂખને બીજી તક

બિહારમાં વિધાન પરિષદની નવ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી 18 જૂને યોજાશે: NDA માટે 8 બેઠકોનો રસ્તો લગભગ સ્પષ્ટ

ભાજપે બિહારમાં MLC ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત નામ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહનું છે.આ સાથે પાર્ટીએ સંજય મયૂખ,અનિલ કુમાર ઠાકુર અને શીલા પંડિતને ઉમેદવાર જાહેર કર્યા છે.પવન સિંહનું નામ લોકસભા,રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ચર્ચામાં આવ્યું હતું, પરંતુ હવે પાર્ટીએ તેમને વિધાન પરિષદ માટે ટિકિટ આપી છે.સંજય મયૂખને બીજી તક આપવામાં આવી છે.તેઓ હાલમાં બિહાર વિધાન પરિષદના સભ્ય છે.

બિહારમાં વિધાન પરિષદની નવ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી 18 જૂને યોજાશે. NDA પાસે 243 સભ્યોની વિધાનસભામાં આશરે 202 ધારાસભ્યો છે. વર્તમાન સમીકરણો મુજબ, બેઠક જીતવા માટે લગભગ 25 ધારાસભ્યોનો ટેકો પૂરતો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, NDA માટે 8 બેઠકોનો રસ્તો લગભગ સ્પષ્ટ લાગે છે.

 

બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ એક X-પોસ્ટમાં લખ્યું, "બિહાર વિધાન પરિષદ દ્વિવાર્ષિક ચૂંટણી 2026 માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

ભારતીય જનતા પાર્ટીની યાદીની વાત કરીએ તો, પવન સિંહ સૌથી અગ્રણી ઉમેદવાર છે. આ વર્ષે રાજ્યસભાની ચૂંટણી માટે તેમને ઉમેદવાર બનાવવાની જોરદાર ચર્ચા હતી. જોકે, એવું બન્યું નહીં. હવે પાર્ટીએ તેમને MLC ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. અગાઉ, પવન સિંહે 2024ની લોકસભા ચૂંટણી કરકટ બેઠક પરથી અપક્ષ તરીકે લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

(9:44 PM IST)