<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

સરહદ પર ગર્જશે ભારતનો 'ઝોરાવર': ચીની ડ્રેગનની રાતોની ઊંઘ હરામ!

પર્વતોના શિખરો પર દોડવાની સાથે પાણીમાં તરવાની અદભુત ક્ષમતા ધરાવતી ભારતની પ્રથમ સ્વદેશી લાઇટ ટેન્ક તૈયાર : ૨૫ ટનનું આ ઘાતક શસ્ત્ર લદ્દાખ સરહદે ચીનની સ્ટીલ્થ ટેન્કોનો કરશે સફાયો

સુરત: પૂર્વી લદ્દાખ અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ના અતિ દુર્ગમ અને બરફીલા પહાડોમાં ચીનની કોઈપણ ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે એક મહાશક્તિશાળી બ્રહ્માસ્ત્ર તૈયાર કરી લીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સુરતની મુલાકાત દરમિયાન લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટમાં ભારતીય સેનાની આ અત્યાધુનિક લાઇટ ટેન્ક 'ઝોરાવર' ના નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) અને L&T દ્વારા સંયુક્ત રીતે માત્ર ૧૯ મહિનાના રેકોર્ડ સમયમાં સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી આ ટેન્ક સેનામાં સામેલ થવાના સમાચાર માત્રથી જ ચીની છાવણીમાં ભારે ગભરાટ અને ખળભળાટ મચી ગયો છે.

વર્ષ ૨૦૨૦ માં ગલવાન ખીણની હિંસક અથડામણ બાદ ભારતે સરહદ પર પોતાના શક્તિશાળી T-90 અને T-72 ટેન્કો તૈનાત કરવા પડ્યા હતા, પરંતુ ૪૫ થી ૫૦ ટન વજન ધરાવતા આ ભારે ટેન્કો માટે સાંકડા પર્વતીય રસ્તાઓ પર ઝડપથી આગળ વધવું એક મોટો પડકાર હતો. આની સામે ચીને પર્વતોમાં સરળતાથી દોડી શકે તેવી હળવી 'ટાઇપ ૧૫' સ્ટીલ્થ ટેન્કો ગોઠવી દીધી હતી. આ લશ્કરી અસંતુલનને તોડવા માટે જ 'પ્રોજેક્ટ ઝોરાવર' અંતર્ગત માત્ર ૨૫ ટન વજન ધરાવતી આ હળવી ટેન્ક બનાવવામાં આવી છે. ઓછા વજનના કારણે વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા તેને ગણતરીના કલાકોમાં સીધા જ યુદ્ધભૂમિ કે લદ્દાખની ફોરવર્ડ પોસ્ટ પર એરલિફ્ટ કરી શકાય છે.

આ ટેન્કની સૌથી મોટી વિશેષતા એ છે કે તે હિમાલયના પહાડો પર પિતાજીની ગતિએ દોડવાની સાથે પેંગોંગ ત્સો જેવા ઊંડા તળાવો અને નદીઓના પાણીમાં સરળતાથી તરી પણ શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી, આધુનિક મિસાઇલો, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને સચોટ ચોકસાઈવાળા દારૂગોળાથી સજ્જ આ ટેન્ક દુશ્મનના લક્ષ્યને પળવારમાં શોધીને નેસ્તનાબૂદ કરવામાં સક્ષમ છે. ભારતીય સેનાએ અત્યારે પ્રાથમિક તબક્કે આવા ૫૯ લાઇટ ટેન્કોનો ઓર્ડર આપવાની યોજના બનાવી છે, જ્યારે ભવિષ્યની સુરક્ષા જરૂરિયાતો માટે સેનાને કુલ ૩૫૪ ટેન્કોની આવશ્યકતા છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦  સુધીમાં આ ઘાતક ટેન્કોનો મોટો કાફલો ભારતીય સેનાના જવાનોના હાથમાં સોંપી દેવામાં આવશે.

(10:10 PM IST)