ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે મરાઠાઓને પણ મળશે OBC જેવા જ લાભ!
આઠ મોટી સરકારી યોજનાઓ હેઠળ શિષ્યવૃત્તિ, ફી માફી અને વ્યવસાયિક તાલીમ આપવાની ફડણવીસ સરકારની જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી રહેલા મરાઠા અનામત આંદોલન વચ્ચે ફડણવીસ સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને માસ્ટરસ્ટ્રોક સમાન નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે હવેથી મરાઠા સમુદાયને પણ અન્ય પછાત વર્ગો (OBC) ની સમકક્ષ જ તમામ શૈક્ષણિક છૂટછાટો, આર્થિક સુવિધાઓ અને સબસિડીનો સીધો લાભ આપવામાં આવશે. આ સમુદાયના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે સરકારે ખાસ આઠ નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જે અત્યાર સુધી માત્ર ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓ અને નાગરિકોને જ મળતી હતી.
આ ઐતિહાસિક નિર્ણય હેઠળ મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-સેકન્ડરી એજ્યુકેશન શિષ્યવૃત્તિ યોજના, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગો માટે ખાસ સ્કોલરશિપ તેમજ ટેકનિકલ અભ્યાસક્રમો માટે વિશેષ નાણાકીય વળતર યોજનાઓ લાગુ કરવામાં આવશે. એટલું જ નહીં, સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રોસેસ (CAP) બાદ ખાલી રહેલી બેઠકો પર સંસ્થાકીય સ્તરે પ્રવેશ મેળવનારા મરાઠા વિદ્યાર્થીઓ પણ હવે ફીમાં મળતી તમામ આર્થિક છૂટછાટો માટે હકદાર બનશે. આ ઉપરાંત, યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાના હેતુથી મોટર વાહન ડ્રાઇવર અને કંડક્ટર તાલીમ જેવી વ્યાવસાયિક યોજનાઓ પણ આ પેકેજમાં સામેલ કરાઈ છે.
સરકારના આ મોટા કદમ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાજ્યના વરિષ્ઠ મંત્રી ગિરીશ મહાજને દેવેન્દ્ર ફડણવીસના આ નિર્ણયને બિરદાવતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન મરાઠા સમુદાયના હિતોની સંપૂર્ણ ઉપેક્ષા કરવામાં આવી હતી અને દેવેન્દ્ર ફડણવીસને જાણીજોઈને મરાઠા વિરોધી ચિતરીને બદનામ કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ હવે ફડણવીસે મરાઠા સમુદાયને ઓબીસી સમકક્ષ હક અને ન્યાય અપાવીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
