હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોડીરાત્રે હિમાચલ પ્રદેશમાં જોરદાર ભૂકંપના આંચકા: તીવ્રતા 4.3ની નોંધાઈ : લોકો ઘરની બહાર દોડી ગયા
ચંબા,કાંગડા,ધર્મશાળા,કુલ્લુ અને શિમલા સહિત લગભગ તમામ જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા: ભૂકંપનું કેન્દ્ર ધર્મશાળાથી લગભગ 18 કિલોમીટર દૂર

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 4.3 હતી.ભૂકંપનું કેન્દ્ર ધર્મશાળાથી આશરે 18 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે.રાત્રે 10:04 વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો,જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.ચંબા,કાંગડા,ધર્મશાળા,કુલ્લુ અને શિમલા સહિત લગભગ તમામ જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ, સાવચેતીના ભાગ રૂપે ઘણા લોકો તેમના ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા. કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સંબંધિત એજન્સીઓ પાસેથી વિગતવાર અહેવાલોની રાહ જોઈ રહ્યું છે.
કાંગડા પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે અને તેને ઉચ્ચ ભૂકંપ જોખમ ક્ષેત્રમાં સમાવવામાં આવ્યો છે. અગાઉ, ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં સમયાંતરે હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા નોંધાયા છે. હિમાચલ પ્રદેશના તમામ જિલ્લાઓમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
