News of Saturday, 6th June 2026
ઝારખંડ રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસે ભૂપેશ બઘેલ અને અજય શર્માની AICC ના વિશેષ નિરીક્ષક તરીકે નિમણુંક
પક્ષની વ્યૂહરચના સુદ્રઢ કરવા, ધારાસભ્યો સાથે સંકલન સાધવા અને ચૂંટણી પર સીધી દેખરેખ રાખવા માટે આ બંને દિગ્ગજ નેતાઓને મહત્વની જવાબદારી

ઝારખંડમાં યોજાનારી ૨૦૨૬ની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોટા સંગઠનાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને વરિષ્ઠ નેતા અજય શર્માની સત્તાવાર રીતે પક્ષના વિશેષ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષની વ્યૂહરચના સુદ્રઢ કરવા, ધારાસભ્યો સાથે સંકલન સાધવા અને ચૂંટણી પર સીધી દેખરેખ રાખવા માટે આ બંને દિગ્ગજ નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
