હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આંદામાન સમુદ્રના પેટાળમાંથી મળ્યો ગેસનો અખૂટ ખજાનો: ઓઇલ ઇન્ડિયાની ઐતિહાસિક સફળતા!
પાકિસ્તાનમાં તેલ મળવાના દાવાઓ વચ્ચે ભારતે દરિયાઈ સરહદેથી શોધી કાઢ્યો કુદરતી ગેસનો મોટો ભંડાર : આંદામાનના વિજયપુરમ-3 કૂવામાંથી સતત પ્રવાહ શરૂ થતાં ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતાની નવી આશા જાગી

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઇરાન યુદ્ધ અને ઉર્જા કટોકટી વચ્ચે ભારતના સંરક્ષણ અને આર્થિક મોરચે એક ખૂબ જ લોટરી સમાન મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં તેલ અને ગેસના ભંડાર મળવાની ચર્ચાઓ વચ્ચે, ભારતની સરકારી માલિકીની અગ્રણી કંપની 'ઓઇલ ઇન્ડિયા લિમિટેડ' એ આંદામાન સમુદ્રના પેટાળમાંથી કુદરતી ગેસનો એક અત્યંત વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે. લાંબા સમયથી દેશમાં પ્રવર્તી રહેલી ગેસની અછત વચ્ચે આંદામાનના દરિયાઈ વિસ્તારમાં મળેલી આ અદ્ભુત સફળતા ભારત માટે આગામી સમયમાં મોટી આર્થિક રાહત અને ઉર્જા સુરક્ષા લાવનારી સાબિત થશે.
ઓઇલ ઇન્ડિયાના સત્તાવાર અહેવાલ અનુસાર, આંદામાન ટાપુઓના પૂર્વ કિનારાથી આશરે ૧૫ કિલોમીટર દૂર આવેલા 'વિજયપુરમ-૩' નામના બ્લોકમાં આ સફળ ખોદકામ કરવામાં આવ્યું છે. આ વ્યૂહાત્મક દરિયાઈ ક્ષેત્રમાં કંપનીની આ સતત બીજી સૌથી મોટી હાઇડ્રોકાર્બન શોધ છે. વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ટીમે અંદાજે ૩૫૫ મીટર ઊંડા સમુદ્રતળની અંદર જઈને ભારે મશીનરી દ્વારા ૧,૯૦૦ મીટરથી વધુની ઊંડાઈ સુધી ડ્રિલિંગ કર્યું હતું, જ્યાં પ્રારંભિક તપાસ દરમિયાન જ કુદરતી ગેસનો એકધારો તીવ્ર પ્રવાહ મળી આવ્યો છે, જે આ સ્થળે ગેસનો મોટો જથ્થો હોવાની સો ટકા પુષ્ટિ કરે છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે સત્તાવાર નિવેદન જારી કરતા ઓઇલ ઇન્ડિયાએ જણાવ્યું છે કે, આ શોધ ભારતની ભાવિ ઉર્જા જરૂરિયાતો માટે અત્યંત નિર્ણાયક છે કારણ કે તે આંદામાનના સમગ્ર દરિયાઈ ક્ષેત્રમાં તેલ અને ગેસના અન્ય મોટા ભંડારો હોવાની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે. જો કે, આ ભંડારમાંથી વ્યાપારી ધોરણે મોટા પાયે ગેસનું ઉત્પાદન ક્યારથી શરૂ કરવું તે નક્કી કરવા માટે આગામી દિવસોમાં હજુ વધુ હાઈ-ટેક પરીક્ષણો હાથ ધરવામાં આવશે. હાલમાં કંપનીના અદ્યતન વૈજ્ઞાનિકો આ ગેસના સોર્સનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છે અને તેની ગુણવત્તા તેમજ ચોક્કસ ઉર્જા ક્ષમતા ચકાસવા માટે લેબોરેટરી તપાસ પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
