<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

અમેરિકાએ ચાલુ વર્ષે અત્‍યાર સુધી ૧૯૭૬ ભારતીયોને પરત મોકલ્‍યા

૨૦૨૫માં ૩૫૬૭ ભારતીયોને પરત મોકલાયા હતાં : અમે કોઈ વિઝા નિયમ માત્ર ભારતીયોને ટાર્ગેટ કરવા માટે બનાવ્‍યો નથીઃ અમેરિકાની સ્‍પષ્ટતા

નવી દિલ્‍હી,તા.૬: ચાલુ વર્ષે અત્‍યાર સુધીમાં ૧૦૭૬ ભારતીયોને અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવ્‍યા છે તેમ ભારતનાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્‍યું છે. મંત્રાલયે જણાવ્‍યું હતું કે બંને દેશ ગેરકાયદે માઇગ્રેશન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે.

ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવક્‍તા રણધીર જ્‍યસવાલે જણાવ્‍યું હતું કે ૨૦૨૫માં કુલ ૩૫૬૭ ભારતીયોને અમેરિકામાંથી ભારત પરત મોકલવામાં આવ્‍યા હતાં. ટ્રમ્‍પ વહીવટી તંત્ર અમેરિકામાં ગેરકાયદે માઇગ્રન્‍ટ્‍સની વિરુદ્ધ એક મોટા અભિયાન હેઠળ  કાર્યવાહી કરી રહ્યું છે. તેમણે જણાવ્‍યું, હતું કે નિર્વાસન, પ્રવાસ અને મોબિલિટીનાં મુદ્દાઓ પર બંને દેશો સતત સંપર્કમાં છે.

બીજી તરફ અમેરિકામાં એચ૧-બી જેવા વિઝા પર રહેતા ભારતીયોમાં ઇમિગ્રેશન અંગે ચાલી રહેલી ચિંતાઓ વચ્‍ચે અમેરિકાનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે કોઈ વિઝા નિયમ એવા નથી કે જે ભારતીયોને નિશાન બનાવતા હોય.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે આ વિઝા નિયમો ભારતીયોને નિશાન બનાવી રહ્યાં નથી અને આ નિયમો સમગ્ર વિશ્વમાં એક સમાન રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે. અમેરિકાનાં વિદેશ વિભાગનાં પ્રવક્‍તા ટોમી પિગોટે જણાવ્‍યું હતું કે અગાઉની સરકારોમાં વિઝા કાયદાઓનાં અમલમાં એકરૂપતા ન હતી. હવે એવું નથી. હવે અમે વિઝા નિયમોને દરેક જગ્‍યાએ એકસરખી રીતે અમલમાં મૂકી રહ્યાં છીએ

(10:04 AM IST)