<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ટ્રેન છે કે ટ્રાન્‍સપોર્ટ સર્વિસ?: મુસાફરે ઘરવખરીને પેસેન્‍જર કોચમાં ચઢાવી!

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સવાલો : પાર્સલ માટે અલગ વ્‍યવસ્‍થા હોવા છતાં કોચમાં મર્યાદા કરતાં વધુ લગેજ સાથે થતી મુસાફરીઃ તંત્ર મૂકપ્રેક્ષક

નવી દિલ્‍હી,તા.૬: હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે. જેમાં ટ્રેનના પેસેન્‍જર કોચમાં મોટી સંખ્‍યામાં બેગ, બોક્‍સ અને અન્‍ય સામાન ચડાવવામાં આવી રહ્યો હોવાનું જોવા મળે છે. વિડિયોમાં કેટલાક મુસાફરો પાસે મોટી બેગો ઉપરાંત ઘર વખરી પ્રકારનો સામાન જોવા મળતાં ટ્રેન મુસાફરીનું માધ્‍યમ છે કે ટ્રાન્‍સપોર્ટ સેવા તેવો લોકોમાં સવાલો ઉભા થયાં છે.

રેલવે માં મુસાફરી દરમિયાન દરેક મુસાફરને મર્યાદિત સામાન સાથે સફર કરવાની છૂટ આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત ટ્રેનોમાં એવી સ્‍થિતિ જોવા મળે છેકે જાણે મુસાફરો નહીં પરંતુ સામાનની અવરજવર થઈ રહી હોય. કેટલાક મુસાફરો ચારથી છ જેટલી મોટી બેગો, ૪ બોક્‍સ અને ઘર શિફિટંગ વખતે લઈ જવાતો હોય તે પ્રકારનો સામાન લઈને ટ્રેનમાં ચડતા હોવાથી અન્‍ય મુસાફરોને મુશ્‍કેલીનો સામાનો કરવો પડે છે. અમુક વખતે ટ્રેનના કોચના દરવાજા અને માર્ગોમાં સામાનના ઢગલા થવાના કારણે મુસાફરોને અવરજવરમાં પણ અવરોધ થતો હોય છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ આવા દ્રશ્‍યો વચ્‍ચે નિયમોના અમલ અંગે પ્રશ્નો ઊભા થયાં છે. આ પ્રકારનો એક વીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ટ્રેનના પેસેન્‍જર કોચમાં મોટી સંખ્‍યામાં બેગ, બોક્‍સ અને અન્‍ય ઘર વખરીનો સામાન ચડાવવામાં આવી રહ્યો હોવાનું જોવા મળે છે. જોકે, આ વીડિયો ક્‍યા સ્‍ટેશન, ટ્રેન કે રૂટનો છે તેને હજુ સુધી સત્તાવાર જાણવા મળ્‍યું નથી. તેમ છતાં, વીડિયોએ રેલવે તંત્રની દેખરેખ અને સામાન સંબંધિત નિયમોના અમલ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

(10:54 AM IST)