<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

પ્રાર્થનાનું તાત્‍પર્ય પોઝિટિવ થિંકિંગ છે, મનનો ખોરાક કથા-સત્‍સંગ છેઃ પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

સામૂહિક પ્રાર્થનાની ઉર્જા અનેકગણું ફળ આપે છે, બધા સાથે સંકીર્તનની ઉર્જા કંઈક અલગ જ હોય છેઃ ભાઈશ્રી, શ્રી હરિ સૌનું મંગલ કરે છેઃ ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં સામુહિક સંકીર્તનની અલૌકિક ઊર્જાનો ભાવિકોએ કર્યો અનુભવઃ મંગલ ભવન અમંગલ હારીના નાદથી ગુંજ્‍યો મહાત્‍મા ગાંધી સેન્‍ટરઃ ભવ્‍ય કળશયાત્રા ગુજરાતી પરિવારો જોડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૬: ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેર સ્‍થિત મહાત્‍મા ગાંધી સેન્‍ટર, રાધા કળષ્‍ણ મંદિર ખાતે ગઈ કાલથી આંતરરાષ્‍ટ્રીય કથાકાર પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્‌ ભાગવત કથાનો ભક્‍તિભાવપૂર્વક પ્રારંભ થયો છે.

તા.૫ થી ૧૧ જૂન ૨૦૨૬ દરમિયાન આયોજિત આ સપ્તાહ જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે જ ન્‍યુઝીલેન્‍ડ, ઓસ્‍ટ્રેલિયા અને ફિજીથી મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો કથા શ્રવણ માટે ઉમટી પડ્‍યા હતા. સમગ્ર સભાખંડ‘શ્રી હરિ સૌનું મંગલ કરે છે, મંગલ ભવન અમંગલ હારી' ના જયઘોષ અને હરિનામથી ગુંજી ઉઠ્‍યો હતો.

વ્‍યાસપીઠ પરથી કથાના પ્રારંભે પૂજ્‍ય ભાઈશ્રીએ સામુહિક પ્રાર્થના અને સંકીર્તનનું મહત્‍વ સમજાવતા જણાવ્‍યું કે પ્રાર્થનાનું તાત્‍પર્ય પોઝિટિવ થિંકિંગ છે. મનનો ખોરાક કથા સહિતના સત્‍સંગો છે. તેમણે ભાવિકોને સંબોધતા કહ્યું કે સામૂહિક પ્રાર્થનાની ઉર્જા અનેક ગણું ફળ આપે છે. બધા સાથે સંકીર્તન કરો તેની ઉર્જા કંઈક અલગ જ હોય છે. જ્‍યારે સેંકડો કંઠ એક સાથે, એક લયમાં, એક સૂરમાં ઈશ્વરનું નામ લે છે ત્‍યારે સર્જાતા સકારાત્‍મક સ્‍પંદનો સમગ્ર વાતાવરણને દિવ્‍ય બનાવી દે છે. આ અલૌકિક ઊર્જા વ્‍યક્‍તિના મન, બુદ્ધિ અને આત્‍માને શુદ્ધ કરી નકારાત્‍મકતાને દૂર કરે છે.

પૂજ્‍ય ભાઈશ્રીએ વધુમાં સમજાવ્‍યું કે જેમ શરીરને ટકાવવા અન્ન જરૂરી છે, તેમ મનને સ્‍વસ્‍થ, પ્રસન્ન અને સકારાત્‍મક રાખવા કથા, સંકીર્તન અને સત્‍સંગ રૂપી ખોરાક અનિવાર્ય છે. સાચી પ્રાર્થના નિરાશાને આશામાં અને અમંગલને મંગલમાં બદલી દે છે. તેમણે કહ્યું કે ‘શ્રીમદ્વાગવત કથા પુણ્‍ય કાર્ય નથી પરંતુ પુણ્‍ય કાર્યનું ફળ છે અને ભાગવત કથાનું ફળ છે પ્રેમ. પુણ્‍યનું પ્રેમમાં રૂપાંતરણ કરવાનું સાધન છે શ્રીમદ્વાગવત.'

વિદેશની ધરતી પર ભારતીય સમુદાયના ભાવિકો આ અલૌકિક ઊર્જાનો અનુભવ કરી ભાવવિભોર બન્‍યા હતા. આ કથા દ્વારા સનાતન ધર્મ અને ભારતીય સંસ્‍કળતિનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે.

   કથાનો સમય ભારતીય સમય અનુસાર સવારે ૯:૩૦ થી બપોરે ૧:૦૦ IST અને ન્‍યુઝીલેન્‍ડ સમય અનુસાર સાંજે ૪:૦૦ થી ૭:૩૦ NZST. લાઈવ પ્રસારણ  @PPBhaishri યુટયુબ ચેનલ પર. પ્રથમ દિવસની કથા.ત્ર્ttps://youtube.com/live/BTOD1GaA_7E. મહાત્‍મા ગાંધી સેન્‍ટર, રાધા કળષ્‍ણ મંદિર, ૧૪૫ ન્‍યુ નોર્થ રોડ, ઇડન ટેરેસ, ઓકલેન્‍ડ ખાતે આગામી છ દિવસ સુધી ભાવિકો જ્ઞાન-ભક્‍તિનો લાભ લેશે.

ગઇકાલે ભવ્‍યકળશ યાત્રા સાથે ઁપોથીજીને કથાસ્‍થળે બિરાજમાન કરી કથાનો મંગલ પ્રારંભ થયો હતો પુ. ભાઇરી એ જણાવ્‍યું હતું કે આ કથા અધ્‍યાતમની યાત્રા તમને મનની શાંતિ આપે છે. સંસારી ઓનુ સુખ લાંબુ ટકતુ નથી સોૈ મોજ કરો આનંદમાં રહો પ્રાર્થનાનો અર્થ પોઝીટીવ થીંકીંગ છે. ૧૦ મીનીટ પોઝીટીવ થીંકીંગ એ જ પ્રાર્થના અને ભકિત છે સમુહમાં થયેલ પ્રાર્થનાની ઉર્જા વધે છે. આપ ઘરમાં બેસીને વર્લ્‍ડકપ જોવો અને સ્‍ટેડીયમમાં જોવો અને સ્‍ટેડીયમમાં  સ્‍ટેડીયમનો ઉન્‍માદ અલગ અને ઘરનો આનંદ અલગ છે. અહી સાથે મળી સામુહિક પ્રાર્થના કરીએ એ અલગ છે સામૂહિક પ્રાર્થના મહત્‍વની છે યોગીટીવી થીંકીંગ ઇધર ઉપર ભરોસો સંસારમાં રહી મનને થોડા વૈરાગ્‍યની જરૂર છે. આપણને સાત દિવસનો સત્‍સંગનો લાભ મળ્‍યો જ્ઞાન ભકિત વૈરાગ્‍યની આ કથાનો ઉદેશ ભકિત જ્ઞાન વૈરાગ્‍યની સ્‍થાપના માટે છે. マદયમાં પ્રેમનું અમૃત અને વૈરાગ્‍ય મનમાં કયાય ચીપકવુ નહી. સંસારમાં રહેવા મનને વૈરાગ્‍યની જરૂર મનમાં વૈરાગમાં マદયમાં ભકિત પ્રેમ બુધ્‍ધિનો દિવો પ્રજવલિત કરો જ્ઞાનનો પ્રકાશ સંસારનો આનંદ લ્‍યો પ્રજ્ઞાનો પ્રકાશજ્ઞાન શ્રીમદભાગવત સત્‍સંગની યાત્રા છે. ખુબ સારી વ્‍યવસ્‍થા આયોજકોએ કરી આ બહેનો આગળ છે ભાવિષાબેન પટેલ ઓની પુ. ભાઇશ્રી એ સરાહના કરી હતી  ઓકલેન્‍ડના અને ઇન્‍ડીયન એસોસોએશન રાધાકૃષ્‍ણ મંદિરના કાર્યકર્તાઓને બિરદાવ્‍યા હતા અને કથામાં જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલ જોષી તથા પુત્ર વધુ મયુરી જોષીએ પુ. ભાઇશ્રીનું ફુલહાર પહેરાવી  સાલ ઓઢાડી સન્‍માન કર્યું હતું. અને પુ. ભાઇશ્રી એ પણ આ દંપતિને આશિર્વાદ  આપ્‍યા હતા. ત્‍યારે ધવલભાઇ રવિયા તેમજ પ્રવિણભાઇ દવે વ્‍યવસ્‍થા જાળવી રહયા હતા. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

 

(12:12 PM IST)