હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવીનતમ ૫,૦૦૦ ટન ક્ષમતાવાળા યુદ્ધપોત 'કાંગ કોન'નું ઉત્તર કોરિયામાં સફળ દરિયાઈ પરીક્ષણ : સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની હાજરીથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પહેલાં જ પરમાણુ ક્ષમતાથી સજ્જ નૌસેના વિકસાવવાનો દ્રઢ સંકલ્પ : આગામી સમયમાં ૧૦,૦૦૦ ટન શ્રેણીના વિનાશક જહાજો અને ગુપ્ત અંડરવોટર હથિયારો બનાવવાની સત્તાવાર જાહેરાત

પ્યોંગયાંગ : વૈશ્વિક સ્તરે પોતાની સૈન્ય તાકાત અને પરમાણુ હથિયારોનું પ્રદર્શન કરવા માટે જાણીતા ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન દ્વારા વધુ એક વખત દુનિયાને પોતાની શક્તિનો પરિચય કરાવવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના સત્તાવાર સરકારી મીડિયાના અહેવાલ અનુસાર, કિમ જોંગ ઉને દેશના અત્યંત આધુનિક અને ૫,૦૦૦ ટન વજન ધરાવતા નવા વિનાશક યુદ્ધપોત 'કાંગ કોન' (Kang Kon) ના દરિયાઈ પરીક્ષણનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું છે. આ પ્રસંગે તેઓએ દેશની નૌસેનાને પરમાણુ હથિયારોથી સજ્જ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો છે.
સૌથી મહત્વની વાત એ છે કે, ઉત્તર કોરિયા તરફથી આ સૈન્ય શક્તિનું પ્રદર્શન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારથી ઉત્તર કોરિયાની સત્તાવાર મુલાકાતે આવવાના છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતના ઠીક એક દિવસ પહેલાં જ ઉત્તર કોરિયાએ પોતાના નવા યુરેનિયમ સંવર્ધન કેન્દ્રનો ખુલાસો કરીને સમગ્ર વિશ્વના સંરક્ષણ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. કિમ જોંગ ઉને નૌસેનાને દેશની સુરક્ષા યોજનાનો મુખ્ય ભાગ ગણાવ્યો છે.
સરકારી સમાચાર એજન્સી કેસીએનએ (KCNA) ના જણાવ્યા મુજબ, કિમ જોંગ ઉને ગુરુવારે આ ૫,૦૦૦ ટનના યુદ્ધપોતની મુલાકાત લીધી હતી, જ્યારે તે પોતાની યુદ્ધ ક્ષમતાના વિવિધ પરીક્ષણોમાંથી પસાર થઈ રહ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન બહાર આવેલી તસવીરોમાં કિમ જોંગ ઉનની સાથે તેમની પુત્રી કિમ જુ એ પણ નજરે પડી હતી. કિમ જોંગ ઉનના મતે, દેશની નૌસેના દુશ્મનોને પાણીની સપાટી પર કે પાણીની અંદર કોઈપણ સમયે ઘાતક જવાબ આપવા સક્ષમ હોવી જોઈએ.
આ સૈન્ય પરીક્ષણ દેશની નવી પાંચ વર્ષીય સંરક્ષણ યોજનાનો એક હિસ્સો છે, જે અંતર્ગત આગામી સમયમાં ૧૦,૦00 ટન શ્રેણીના વિશાળ યુદ્ધપોત અને પાણીની અંદર કામ કરતા ગુપ્ત પરમાણુ હથિયારો વિકસાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાએ તાજેતરના વર્ષોમાં રશિયા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે અને યુક્રેન યુદ્ધમાં રશિયાને સૈનિકો તેમજ સૈન્ય ઉપકરણોની સપ્લાય પણ કરી છે. આ નવું જહાજ 'કાંગ કોન' વાયુ સેના અને એન્ટી-શિપ હથિયારો સહિત પરમાણુ ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલોથી સજ્જ કરવા માટે ડિઝાઈન કરાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
