<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ચાંદીમાં વધુ ૭૦૦૦ રૂા.નો કડાકો

હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૫૦,૦૦૦ રૂા. : સોનામાં ૧૨૦૦ રૂા. ઘટતા ભાવ ૧,પ૬,૮૦૦ રૂા. થયા : છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૧૭,૦૦૦ રૂા. અને સોનામાં ૩પં૦૦ રૂા.નું ગાબડુ : અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના કારણે ડોલર ઇન્‍ડેક્ષ ઘટતા ભાવો તૂટયા

રાજકોટ, તા., ૬: અમેરીકા અને ઇરાન વચ્‍ચે  યુધ્‍ધના પગલે  બુલીયન માર્કેટમાં મોડી રાત્રે ચાંદીમાં વધુ ૭૦૦૦ રૂા.નો કડાકો થયો હતો. સોનામાં પણ ૧૨૦૦ રૂા. ઘટયા હતા.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં મોડી રાત્રે ચાંદીમાં વધુ ૭૦૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૫૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે  ર,૫૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.   છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૧૭,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ગાબડુ પડયું છે. અમેરીકા અને ઇરાન વચ્‍ચે ફરી યુધ્‍ધ થતા અને ડોલર ઇન્‍ડેક્ષ ઘટતા ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે.

ચાંદીની સાથે સોનામાં પણ ૧૨૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૨૦૦ રૂા. તૂટતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ગઇકાલે ૧,૫૮,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,પ૬,૮૦૦ રૂા. થઇ ગયા છે.  સોનાના બિસ્‍કીટમાં ૧૨,૦૦૦ રૂા.નુ ગાબડુ પડતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ઘટીને ૧પ,૬૮,૦૦૦ રૂા. થઇ ગયા છે.  છેલ્લા બે દિવસમાં સોનામાં ૩૫૦૦ રૂા. ઘટયા છે.

આગામી દિવસોમાં હજુ પણ બંને કિંમતી ધાતુઓના ભાવો ઘટે તેવી શકયતા છે.

 

(2:56 PM IST)