<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

હૈદરાબાદમાં યુવાનો કેફે કે રેસ્‍ટોરાંમાં નહીં: રોડના ડિવાઇડર પર ઊજવે છે બર્થ-ડે

 

હૈદરાબાદ,તા.૬: જન્‍મદિવસની ઉજવણી માટે મોંઘી રેસ્‍ટોરાં અને કેફેનો ક્રેઝ છોડીને હૈદરાબાદના યુવાનોએ રોડના ડિવાઇડરને પાર્ટી-સ્‍પોટ બનાવી દીધું છે. ખાસ કરીને હૈદરાબાદના ખજાગુડા લેક રોડ પર રાત થતાં જ યુવાનોનાં ધાડાં આવી જાય છે. અનેક ગ્રુપ્‍સ રાતના બાર વાગ્‍યાના ટકોરે અહીં જન્‍મદિવસ ઊજવવા આવે છે. આ ડિવાઇડર થોડોક પહોળો છે અને અહીં થોડા-થોડા અંતરે મોટા પથ્‍થર પણ ગોઠવવામાં આવ્‍યા છે. બે-ચાર યુવાનોથી માંડીને પંદર-વીસ યુવાનોનાં ગ્રુપ્‍સ અહીં રાતના સમયે આવે, પથ્‍થર પર કેક ગોઠવીને ત્‍યાં જ કેક-કટિગ કરે અને ત્‍યાં જ સેલિબ્રેશન કરે. કોઈક વળી ફટાકડા લઈ આવ્‍યું હોય તો એ પણ ફૂટે. ક્‍યારેક તો દસ-બાર ગ્રુપમાં લોકોનો સહિયારો બર્થ-ડે ઊજવાતો હોય એવાં લ્લશ્‍યો પણ સર્જાય છે. આ રોડ પર જન્‍મદિવસની ઉજવણીના વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થવાથી હવે તો આ રોડનું હુલામણું નામ જ પડી ગયું છે ‘બર્થ-ડે રોડ'.

આ ટ્રેન્‍ડ આજકાલ વેગ પકડી રહ્યો છે. અહીં છેલ્‍લાં બે-ત્રણ વર્ષથી એકલદોકલ લોકો જન્‍મદિવસની ઉજવણી કરવા આવતા હતા. હવે આ ટ્રેન્‍ડમાં યુવાનો અને જેન-ઝી જોડાતાં એ સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો છે.

(3:28 PM IST)