હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તીર્થભૂમિ હરિદ્વારમાં ગંગા કિનારે શ્રીમદ્ ભાગવત કથાનો ભક્તિમય પ્રારંભ : રંઘોળાના કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રોતાઓ ભાવવિભોર
મુંબઈના બોરીવલીના અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ભૂપતવાલા વિસ્તારના આનંદધામ ખાતે ભવ્ય આયોજન : ૧ થી ૭ જૂન દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી સાથે ઉમટતો ભાવિકોનો પ્રવાહ

મુંબઈ:પવિત્ર ગંગા મૈયાના કિનારે આવેલી ઉત્તર ભારતની સુપ્રસિદ્ધ તીર્થભૂમિ હરિદ્વારમાં હાલમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. રંઘોળાના જાણીતા કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને અહીં ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે. આ આધ્યાત્મિક મહોત્સવનું સુંદર આયોજન શ્રીમતી અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી, મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે. કથા દરમિયાન સત્સંગ અને હરિ સંકીર્તનની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
આનંદધામ ખાતે સાત દિવસીય જ્ઞાનયજ્ઞ: ભાવિકોમાં ભારે ઉત્સાહ
હરિદ્વારના પ્રખ્યાત ભૂપતવાલા વિસ્તારમાં આવેલા આનંદધામ સ્થાન ખાતે આ કથા મહોત્સવ ચાલી રહ્યો છે. સોમવાર તારીખ ૧ જૂનથી શરૂ થયેલી આ ભાગવત કથા આગામી રવિવાર તારીખ ૭ જૂન ૨૦૨૬ સુધી ચાલશે. સાત દિવસીય આ ધાર્મિક મહોત્સવમાં ભાગવતજીના વિવિધ દિવ્ય પ્રસંગો અને ઉત્સવોની શાસ્ત્રોક્ત વિધિ અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કથા શ્રવણ કરવા માટે મુંબઈ, રંઘોળા સહિત વિવિધ સ્થળોએથી આવેલા ભાવિક શ્રોતાઓ પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા છે અને પૂર્ણ આસ્થા તેમજ ભક્તિભાવ સાથે કથા ગંગામાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
