News of Saturday, 6th June 2026
ઓલા-ઉબેરના દિવસો હવે પૂરા! ભારતીય રસ્તાઓ પર આવી ગઈ છે વિયેતનામની 'ગ્રીન એસએમ', 5-સ્ટાર સુવિધા સાથે 50% ડિસ્કાઉન્ટની લ્હાણી!
દિલ્હી-NCR માં ઇલેક્ટ્રિક એસયુવી સાથે ધમાકેદાર એન્ટ્રી; મુસાફરોને હવે મળશે લક્ઝરી અને પ્રીમિયમ અનુભવ, જાણો શું છે ખાસ ઓફર

નવી દિલ્હી : ભારતીય રાઇડ-હેલિંગ માર્કેટમાં આજે એક નવા યુગનો પ્રારંભ થયો છે. ઓલા અને ઉબેર જેવી દિગ્ગજ કંપનીઓના દબદબાને પડકાર ફેંકવા માટે વિયેતનામની જાયન્ટ કંપની ‘ગ્રીન એસએમ’ (Green SM) સત્તાવાર રીતે ભારતીય રસ્તાઓ પર ઉતરી છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે નવી દિલ્હીમાં લોન્ચ થયેલી આ ઇલેક્ટ્રિક ટેક્સી સેવા ‘ગ્રીન એસએમ લિમો’ (Green SM Limo) એ પોતાની પ્રથમ મુલાકાતમાં જ મુસાફરોને ઘેલું લગાડી દીધું છે. ભારત હવે આ કંપનીનું પાંચમું આંતરરાષ્ટ્રીય બજાર બની ગયું છે.
શું છે ‘ગ્રીન એસએમ’ ની ખાસિયત?
કંપનીએ પોતાની સફરની શરૂઆત દિલ્હી-NCR ના મુખ્ય વિસ્તારોથી કરી છે. ગ્રીન એસએમ સામાન્ય ટેક્સી નથી, પરંતુ એક પ્રીમિયમ મોબિલિટી અનુભવ છે. અહીં મુસાફરોને 7-સીટરની પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી ‘વિનફાસ્ટ લિમો ગ્રીન’માં બેસવાનો લ્હાવો મળશે. દરેક ટેક્સીમાં મુસાફરો માટે પીવાનું પાણી, વેટ ટિશ્યુ જેવી 5-સ્ટાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. સુરક્ષા માટે તેમાં એઆઈ (AI) ટેકનોલોજી, ઇન-બિલ્ટ કેમેરા અને ઇમરજન્સી સપોર્ટ બટન જેવી અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
ડ્રાઇવર નહીં, હવે 'ગ્રીન ડ્રાઇવર્સ' તમારી સેવામાં
ગ્રીન એસએમ માત્ર ગાડીઓ જ નહીં, પણ તેના ડ્રાઇવરો દ્વારા પણ અલગ તરી આવે છે. આ ડ્રાઇવરોને કંપની ‘ગ્રીન ડ્રાઇવર્સ’ તરીકે ઓળખે છે, જેમને સુરક્ષિત ડ્રાઇવિંગ અને વર્તણૂકની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. કંપનીના ગ્લોબલ સીઈઓ ગુયેન વાન થાને જણાવ્યું હતું કે, ભારત વિશ્વનું સૌથી મોટું અને મહત્વનું મોબિલિટી બજાર છે, અને અહીં અમે સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ આપવા માટે કટિબદ્ધ છીએ.
જાણી લો આ ધમાકેદાર ઓફર
ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીએ શરૂઆતના દિવસોમાં બમ્પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આગામી 11 જૂન સુધી, જો તમે ‘Green SM’ એપ દ્વારા રાઇડ બુક કરો છો, તો તમને ટિકિટના ભાડામાં સીધું જ 50% ડિસ્કાઉન્ટ (મહત્તમ 250 રૂપિયા સુધી) મળશે. ગ્રાહકો એપ દ્વારા, હેલ્પલાઇન નંબર દ્વારા અથવા રસ્તા પર ઉભી રહેલી ટેક્સીને સીધી બુક કરી શકે છે.
પર્યાવરણ અને વિકાસનો સંગમ
ટકાઉ વિકાસના લક્ષ્યાંક સાથે, કંપનીએ ભારતમાં 5 સ્થાનિક ભાગીદારો સાથે હાથ મિલાવ્યા છે. એરપોર્ટ જવું હોય, ઓફિસ જવું હોય કે ફેમિલી ટ્રીપ પ્લાન કરવી હોય, આ ઇલેક્ટ્રિક ટેક્સીઓ હવે ભારતીય મુસાફરો માટે એક નવો અને આરામદાયક વિકલ્પ બની રહેશે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
