હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જંતર-મંતર પર હોબાળો : 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શન દરમિયાન 'હિટ' સ્પ્રે લઈને પહોંચેલા વ્યક્તિ સાથે ઝપાઝપી થતાં ભારે અફરાતફરી
NEET-UG પેપર લીકના વિરોધમાં અમેરિકાથી પરત ફરેલા સ્થાપક અભિજીત દીપકના નેતૃત્વમાં સેંકડો વિદ્યાર્થીઓ ઉમટ્યા : આંદોલનને મજબૂતી આપવા મંચ પર જોડાયા જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચુક

નવી દિલ્હી:રાજધાની દિલ્હીના ઐતિહાસિક વિરોધ સ્થળ જંતર-મંતર પર શનિવારે એક અનોખો અને ભારે હોબાળો જોવા મળ્યો હતો. NEET-UG પેપર લીક અને દેશની અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં થયેલી કથિત અનિયમિતતાઓના વિરોધમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના બેનર હેઠળ સેંકડો વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે પક્ષના સ્થાપક અભિજીત દીપક સવારે જ અમેરિકાના બોસ્ટનથી સીધા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ આંદોલનને તે સમયે વધુ મجبૂતી મળી જ્યારે દેશના જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના મંચ પર આવીને જોડાયા હતા.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ:
વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આક્રોશ ઠાલવ્યો હતો કે જનતાના ટેક્સના પૈસાથી પગાર મેળવતા મંત્રીના કાર્યકાળમાં લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે, તેથી તેમણે પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું કે દેશના લાખો હોશિયાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવનારા પેપર લીક કાંડના ગુનેગારોને સજા ન મળે ત્યાં સુધી તેમનો આ અનોખો વિરોધ ચાલુ રહેશે.
> પ્રદર્શન દરમિયાન 'હિટ' સ્પ્રે લઈને પહોંચેલા વ્યક્તિ સાથે ઝપાઝપી:
> આ દરમિયાન પ્રદર્શન સ્થળે ભારે ડ્રામા સર્જાયો જ્યારે એક અજાણ્યો શખ્સ હાથમાં મચ્છર-કોકરોચ મારવાનો 'હિટ' સ્પ્રે લઈને વિરોધ કરવા પહોંચી ગયો હતો. તેણે સીએજેપીને 'ટુકડે-ટુકડે ગેંગ'નો એક ભાગ ગણાવતા જ પક્ષના સમર્થકો અને તે શખ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ ગઈ હતી. જોકે, ત્યાં તૈનાત દિલ્હી પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી તે શખ્સને કસ્ટડીમાં લઈને મામલો શાંત પાડ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પરથી આંદોલન શરૂ થયું:
રસપ્રદ વાત એ છે કે, કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત સોશિયલ મીડિયા પર માત્ર એક વ્યંગાત્મક (સેટાયરિકલ) ઝુંબેશ તરીકે થઈ હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્ત દ્વારા યુવાનોના એક ચોક્કસ જૂથને કોકરોચ કહીને સંબોધવામાં આવ્યા બાદ આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેણે એક સંગઠનનું સ્વરૂપ ધારણ કરી લીધું. દિલ્હી પોલીસ પાસેથી વિધિવત પરવાનગી મેળવ્યા બાદ યોજાયેલા આ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં વિરોધીઓએ "કોકરોચ આવી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાન જઈ રહ્યા છે" ના નારા લગાવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
