<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ મંદિરના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીનું યુએસએના મિઝોરી સ્ટેટ કેપિટલમાં ભવ્ય સન્માન : સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેક દ્વારા "વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત" તરીકે બિરદાવાયા

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા વિકાસ, અન્નક્ષેત્ર, વ્યસનમુક્તિ અને વૈશ્વિક શાંતિ માટેના કાર્યોને મિઝોરી રાજ્યના નાણાપ્રધાન દ્વારા સરકારી દસ્તાવેજમાં મળી માન્યતા : દરરોજ 25,000 થી વધુ લોકોને ભોજન અને 1,00,000 થી વધુ યુવાનોને નૈતિક માર્ગે વાળવાની સેવાની પ્રશંસા : સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ

રાજકોટ : સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિરના મુખ્ય પ્રેરણાસ્ત્રોત અને જાણીતા આધ્યાત્મિક સંત પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીનું અમેરિકાના મિઝોરી રાજ્યના સત્તાવાર કેપિટલ ખાતે ગૌરવપૂર્ણ બહુમાન કરવામાં આવ્યું છે. મિઝોરી રાજ્યના સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેક દ્વારા 5 જૂન 2026 ના રોજ એક વિશેષ સત્તાવાર જાહેરનામું બહાર પાડીને સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીની વૈશ્વિક  માનવતાવાદી અને આધ્યાત્મિક સેવાઓને બિરદાવવામાં આવી છે. આ સરકારી દસ્તાવેજમાં સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીને

"વૈશ્વિક શાંતિ અને માનવતાના દૂત" તરીકે સંબોધવામાં આવ્યા છે.

સન્માન પત્રમાં સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીના કાર્યોની સરાહના કરતા વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુરના વિકાસ પાછળના મુખ્ય પ્રેરકબળ અને માર્ગદર્શક તરીકે તેમના દૂરંદેશી નેતૃત્વને માન્યતા આપવામાં આવી છે. સાથે જ મંદિરના રસોડા દ્વારા દરરોજ 25,000થી વધુ લોકોને વિનામૂલ્યે પૌષ્ટિક અને પવિત્ર ભોજન પૂરું પાડીને કોઈ ભૂખ્યું ન રહે તે સુનિશ્ચિત કરવાની માનવતાવાદી સેવાની ખાસ પ્રશંસા કરાઈ છે.

          સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામીજીએ પોતાના પ્રવચનો અને સંવાદો દ્વારા 1,00,000થી વધુ યુવાનોને જોડીને તેમને નૈતિક મૂલ્યો, વ્યસનમુક્તિ અને આત્મ-શિસ્તના માર્ગે વાળ્યા છે તેની પણ નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા ફેલાવવામાં આવતો વૈશ્વિક શાંતિ, સર્વધર્મ સંભાવ અને પરસ્પર આદરનો સંદેશ તેમજ પર્યાવરણ સંરક્ષણ, શૈક્ષણિક સહાય અને કુદરતી આફતો વખતે રાહત કામગીરી જેવા કાર્યોથી સમાજમાં આવેલા સકારાત્મક પરિવર્તનને પણ બિરદાવવામાં આવ્યું છે.

મિઝોરીના સ્ટેટ ટ્રેઝરર વિવેક મલેકે સત્તાવાર રીતે જાહેર કર્યું કે તેઓ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂ.  હરિપ્રકાશદાસજી સ્વામીના સાંસ્કૃતિક વિવિધતા, સામાજિક જોડાણ, વૈશ્વિક નેતૃત્વ, આધ્યાત્મિક ઉત્થાન અને વિશાળ પાયે ચાલતા સામાજિક કલ્યાણના કાર્યોને આદરપૂર્વક પ્રણામ કરે છે. આ સન્માન માત્ર સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી 

 માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશ અને સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ છે. આ ઘટના દર્શાવે છે કે સાળંગપુર

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરથી શરૂ થયેલી સેવાની સુવાસ આજે સાત સમંદર પાર અમેરિકાના સરકારી ગલિયારાઓ સુધી પહોંચી છે.

(11:17 AM IST)