હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 7th June 2026
ભારતીય આઈટી ક્ષેત્રમાં માઈક્રોસોફ્ટ કોપાયલોટનો દબદબો: અગ્રણી કંપનીઓએ ખરીદ્યા લાખો લાયસન્સ
ટીસીએસ, ઈન્ફોસીસ અને વિપ્રોએ માત્ર ૬ મહિનામાં ૩,૦૦,૦૦૦થી વધુ લાયસન્સ મેળવી ઈતિહાસ રચ્યો

બેંગલુરુ: ભારતની અગ્રણી આઈટી (માહિતી ટેકનોલોજી) કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા) ટેકનોલોજી અપનાવવામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. દેશની ટોચની ત્રણ આઈટી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), ઈન્ફોસીસ અને વિપ્રોએ આ ક્ષેત્રે મોટો દાવ ખેલ્યો છે. આ ત્રણેય કંપનીઓએ સંયુક્ત રીતે માત્ર ૬ મહિનાના ટૂંકા ગાળામાં ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ)થી પણ વધુ માઈક્રોસોફ્ટ કોપાયલોટના લાયસન્સ ખરીદ્યા છે. આ આંકડો દર્શાવે છે કે ભારતીય આઈટી ઉદ્યોગ પોતાના કર્મચારીઓની કાર્યક્ષમતા અને પ્રોડક્ટિવિટી વધારવા માટે આધુનિક એઆઈ ટૂલ્સનો કેટલી વ્યાપક વિગતો સાથે અને આક્રમક રીતે ઉપયોગ કરી રહ્યો છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
