હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 7th June 2026
ભારતીય આકાશમાં ગુંજશે રશિયન વિમાનોની ગર્જના: ૨૦૦ જેટલા જેટ વિમાનો ખરીદવાની તૈયારી
પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન સાથે મોટી ડીલ પર ભારતની નજર

નવી દિલ્હી: ભારત સરકાર દેશના આંતરિક અને પ્રાદેશિક વિસ્તારોમાં હવાઈ પ્રવાસને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે એક મોટો સંરક્ષણ અને વ્યાપારી સોદો કરવા જઈ રહી છે. રશિયાની સરકારી કંપની યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ભારત પોતાના પ્રાદેશિક એર કનેક્ટિવિટી રૂટ્સને વેગ આપવા માટે અંદાજે ૨૦૦ જેટલા રશિયન જેટ વિમાનો ખરીદવા પર નજર રાખી રહ્યું છે. આ મોટા સોદાથી ભારતના નાના શહેરો વચ્ચે સસ્તી અને ઝડપી વિમાની સેવાઓ શરૂ થઈ શકશે, તેમજ બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો પણ એક નવા સ્તરે પહોંચશે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
