હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂણેમાં હાઈપ્રોફાઈલ 'પ્રોજેક્ટ X' ડ્રગ પાર્ટી પર પોલીસના દરોડા: બંગલામાં ચાલતી મહેફિલમાંથી ૭૦ યુવક-યુવતીઓની અટકાયત
આલંદી રોડ પર મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવી નશાની સામગ્રી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો

પૂણે: મહારાષ્ટ્રના પૂણેમાં આલંદી રોડ પર આવેલી એક આલીશાન પ્રોપર્ટીમાં મોડી રાત્રે ચાલી રહેલી હાઈપ્રોફાઈલ 'પ્રોજેક્ટ X' ડ્રગ પાર્ટી પર પૂણે ક્રાઈમ બ્રાન્ચે આકસ્મિક દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. આ ગુપ્ત ઓપરેશન દરમિયાન પોલીસે નશાની હાલતમાં મહેફિલ માણી રહેલા અંદાજે ૭૦ જેટલા હાઈપ્રોફાઈલ યુવક-યુવતીઓની અટકાયત કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી વ્યાપક પ્રમાણમાં પ્રતિબંધિત નશાની સામગ્રી અને મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક ગુપ્તચર વિભાગ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમે મોડી રાત્રે આ આયોજિત બંગલાને ચારેય તરફથી ઘેરી લીધો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોલીવુડ ફિલ્મ 'પ્રોજેક્ટ X' ની થીમ પર આ રેવ પાર્ટીનું આયોજન સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં સામેલ થવા માટે મોટી એન્ટ્રી ફી રાખવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
