હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
NEET કૌભાંડ બાદ સરકાર એક્શનમાં, NTA એ કર્યુ જડમુળથી પધ્ધતિમાં પરિવર્તન
‘ઝીરો-ટ્રસ્ટ આર્કિટેક્ચર’ પ્લાનનો પ્રસ્તાવ રજુ કરાયો

નવી દિલ્હી: નીટ યુજી 2026 પેપર લીકે દેશની સૌથી ગુપ્ત પરીક્ષા પદ્ધતિની ખામીઓ ઉજાગર કરી દીધી હતી. આ મોટા ઝટકા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતાની શાખ બચાવવા અને સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવા માટે ફેરફારો પર કામ કરી રહી છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ મુજબ, એનટીએના ટેબલ પર એક નવો પ્રસ્તાવ આવ્યો છે, જેના અંતર્ગત નીટ અને જેઈઈ જેવી પરીક્ષાઓ માટે ‘સેન્ટ્રલ ક્વેશ્ચન બેંક’ તૈયાર કરવાની યોજના છે.
આ નવા પ્રસ્તાવની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી વાત એ છે કે હવે પરીક્ષા માટે સવાલો તૈયાર કરનારા વિષય નિષ્ણાતોને પોતાને પણ ખબર નહીં હોય કે તેમના દ્વારા બનાવવામાં આવી રહેલા સવાલો નીટ માટે વપરાશે, જેઈઈ માટે કે એનટીએની અન્ય કોઈ પરીક્ષા માટે. સરકાર આ નવી સિસ્ટમને લઈને ગંભીર વિચારમંથન કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલી કોઈ પણ એક વ્યક્તિ પાસે સમગ્ર પ્રશ્નપત્રની પહોંચને પૂરેપૂરી ખતમ કરવાનો છે.
એનટીએ અત્યારે જે નવા મોડલ પર વિચાર કરી રહ્યું છે, તેને અધિકારીઓ ‘ઝીરો-ટ્રસ્ટ આર્કિટેક્ચર’ કહી રહ્યા છે. તેનો સીધો અર્થ એ છે કે નવી પદ્ધતિ માણસો કે કોઈ વ્યક્તિ વિશેષ પર ભરોસો કરવાને બદલે પૂરેપૂરી રીતે ટેકનિકલ અને સુરક્ષિત પ્રક્રિયાઓ પર ભરોસો કરે છે. આ સિસ્ટમ લાગુ થવાથી પેપર સેટિંગનું કામ કોઈ એક નક્કી કરેલી પરીક્ષાથી તદ્દન અલગ કરી દેવામાં આવશે, જેનાથી આખરી પ્રશ્નપત્ર કેવું દેખાશે, તેની માહિતી કોઈ પણ સ્તરે લીક થઈ શકશે નહીં.
પાંચ નરાધમો ધસી આવી પતિને બંધક બનાવી દૂર લઈ ગયા, 2 વર્ષના માસૂમ સામે માતા સાથે ખેલાયો હેવાનિયતનો ખેલ!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
