<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

1 લાખ સુધી કયારે સેન્‍સેકસ પહોંચશે ? મોર્ગન સ્ટેનલીએ આપ્‍યો અંદાજ

તેમણે ફાઈનાન્શિયલ્સ, કન્ઝ્યૂમર ડિસ્ક્રેશનરી અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ પર ઓવરવેઈટ વલણ જાળવી રાખ્યું : વ્યાજ દરોમાં નરમી, ટેક્સ રાહત અને આવકમાં સુધારાથી ગ્રાહક ખર્ચ વધશે.

નવી દિલ્હીઃ સેન્સેક્સને લઈને બ્રોકરેજ પર્મ મોર્ગન સ્ટેનલીએ આશ્ચર્યજનક ટાર્ગેટ આપ્યો છે. ફર્મનું માનવું છે કે, હાલના ઉતાર-ચઢાવ છતાય ભારતીય ઈક્વિટી બજારમાં મજબૂત પરત ફરશે અને જૂન 2027 સુધી BSE સેન્સેક્સ 89,000 ના સ્તર સુધી પહોંચી શકે છે. વર્તમાન લેવલના મુકાબલે તે લગભગ 19 ટકા તેજી દર્શાવે છે. મોર્ગન સ્ટેનલીએ પોતાના લેટેસ્ટ ઈન્ડિયા ઈક્વિટી સ્ટ્રેટેજી રિપોર્ટમાં આ અંદાજને બેસ કેસ માન્યો છે અને આવું થવાની 50 ટકા શક્યતા દર્શાવી છે.

મોર્ગન સ્ટેનલી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રિધમ દેસાઈનું માનવું છે કે, ભારતીય IT સર્વિસ સેક્ટર આવનારા વર્ષોમાં બજાર માટે ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, દુનિયાભરની કંપનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેસ્ડ એપ્લિકેશન અને સોલ્યૂશન ડેવલપ કરવા માટે ભારતીય IT કંપનીઓ તરફ વળી રહી છે. બ્રોકરેજનું કહેવું છે કે, બજાર પણ AI સંબંધિત શક્યતાઓને પૂરી રીતે સમજી નથી રહ્યું. ભારતીય IT કંપનીઓ માટે આ મોટો અવસર બની શકે છે. જો કે, અમેરિકી અર્થવ્યવસ્થા ધીમી ગ્રોથને આ સેક્ટર માટે શક્ય રિસ્ક માનવામાં આવ્યું છે.

મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, ભારત એક નવી અર્નિંગ્સ અપસાઈકલમાં એન્ટ્રી કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આવનારા ઘણા ક્વાર્ટર સુધી કંપનીઓની કમાણીમાં તેજી રહી શકે છે. તેની પાછળ એનર્જી, ડિફેન્સ, સેમીકન્ડક્ટર, ફર્ટિલાઈઝર્સ અને ડેટા સેન્ટર જેવા સેક્ટરમાં વધતું રોકાણ મુખ્ય કારણ જણાવવામાં આવ્યું છે. ફર્મનો અંદાજ છે કે, આગામી 5 વર્ષોમાં રોકાણનો GDPમાં હિસ્સો વધીને 37.5 ટકા સુધી પહોંચી શકે છે.

મોર્ગન સ્ટેનલીએ ઘરેલૂ માંગ સંબંધિત સેક્ટર્સ પર સૌથી વધારે વિશ્વાસ દર્શાવ્યો છે. ફર્મે ફાઈનાન્શિયલ્સ, કન્ઝ્યૂમર ડિસ્ક્રેશનરી અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ પર ઓવરવેઈટ વલણ જાળવી રાખ્યું છે. બ્રોકરેજનું માનવું છે કે, વ્યાજ દરોમાં નરમી, ટેક્સ રાહત અને આવકમાં સુધારાથી ગ્રાહક ખર્ચ વધશે. જ્યારે પ્રાઈવેટ રોકાણમાં ઝડપથી ઈન્ડસ્ટ્રિયલ કંપનીઓને પણ ફાયદો મળશે. બીજી તરફ એનર્જી, હેલ્થકેપ, યૂટિલિટીઝ અને મટિરિયલ્સ સેક્ટરને લઈને ફર્મ સતર્ક વલણ અપનાવ્યું છે.

 

મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે, ગ્લોબલ ઈકોનોમીમાં થઈ રહેલા ફેરફારથી ફાયદો ઉઠાવવા માટે ભારત હજુ પણ સારી સ્થિતિમાં છે. વધતા મેન્યુફેક્ચરિંગ, યુવાન વસ્તી, વધતી આવક અને મજબૂત ગ્રાહક માંગ ભારતની સૌથી મોટી તાકાત છે. રિપોર્ટ અનુસાર, 2025માં ગ્લોબલ GDP ગ્રોથમાં ભારતીન હિસ્સેદારી લગભગ 18 ટકા રહી અને આવનારા વર્ષોમાં તે હજુ વધવાની શક્યતા છે.

મોર્ગન સ્ટેનલીએ પોતાના બુલ કેસ સિનારિયોમાં જૂન 2027 સુધી સેન્સેક્સ 1 લાખ સુધી પહોંચવાની શક્યતા દર્શાવી છે. જ્યારે ખરાબ પરિસ્થિતિઓમાં તેનું સ્તર 66,000 સુધી રહી શકે છે. બ્રોકરેજનું માનવું છે કે, સારી પોલિસી, મજબૂત આર્થિક વિકાસ અને વધતું રોકાણ ભારતીય બજારને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.

(2:33 PM IST)