હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશીમાં ઐતિહાસિક નિર્ણય: હવે શહેરમાં માંસ-માછલીની દુકાનો પર સદંતર પ્રતિબંધ
સાંસ્કૃતિક ગરિમા અને પવિત્રતા જાળવવા વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો માસ્ટરપ્લાન મંજૂર : આગામી છ મહિનામાં તમામ દુકાનોને પાંચ નિર્ધારિત બાહ્ય વિસ્તારોમાં શિફ્ટ કરાશે

વારાણસી: વિશ્વના સૌથી પ્રાચીન અને આધ્યાત્મિક નગરી ગણાતા કાશી (વારાણસી)ની પવિત્રતા અને સાંસ્કૃતિક ઓળખને અક્ષુણ્ણ રાખવા માટે યોગી સરકારની રાહબરી હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશને એક અત્યંત ક્રાંતિકારી અને મોટો નિર્ણય લીધો છે. મેયર અશોક કુમાર તિવારીની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભાની બેઠકમાં શહેરમાં ચાલતી માંસ, મટન અને માછલીની તમામ દુકાનોને તબક્કાવાર રીતે શહેરની સરહદની બહાર ખસેડવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી છે. બાબા વિશ્વનાથની નગરીમાં હવે ભક્તોને રસ્તાઓ પર માંસ-માછલીનું ખુલ્લેઆમ પ્રદર્શન જોવા મળશે નહીં, જેનાથી ધાર્મિક પ્રવાસીઓની આસ્થા વધુ સુદ્રઢ બનશે.
આ બહુપક્ષીય યોજનાને આગામી છ મહિનાની અંદર સંપૂર્ણપણે જમીન પર ઉતારવા માટે વહીવટી તંત્રે કમર કસી લીધી છે. મ્યુનિસિપલ કમિશનર હિમાંશુ નાગપાલે ગૃહને સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શિફ્ટિંગ પ્રક્રિયાના પ્રથમ તબક્કા માટે શહેરના સરહદી વિસ્તારોની નજીક પાંચ મુખ્ય સ્થાનોની પસંદગી પણ કરી લેવામાં આવી છે. આ વિસ્તારોમાં રામનગર, સુજાબાદ, ગણેશપુર, અવલેશપુર અને શિવપુરનો સમાવેશ થાય છે, જ્યાં આ તમામ વેપારીઓને વ્યવસ્થિત જગ્યા ફાળવીને પુનઃસ્થાપિત કરવામાં આવશે જેથી કાશી આવતા કરોડો દેશી-વિદેશી પર્યટકો સામે શહેરની એક સ્વચ્છ અને સુવ્યવસ્થિત છબી ઉભી કરી શકાય.
આ ઐતિહાસિક નિર્ણય પાછળ માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ સ્થાનિક વેપારીઓના હિતોનું રક્ષણ પણ છુપાયેલું છે. ગૃહની બેઠક દરમિયાન કાઉન્સિલર ગુલશન અલીએ વેપારીઓનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે શહેરની અંદર દુકાનો ફરજિયાત બંધ રાખવાના કારણે આ ગરીબ વ્યવસાયીઓના જીવનનિર્વાહ પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડતી હતી. હવે આ તમામ દુકાનો કાયમી ધોરણે શહેરની સીમા બહાર નિયુક્ત કરાયેલા પાંચ વિસ્તારોમાં સ્થાનાંતરિત થઈ જવાથી શ્રાવણ મહિનામાં પણ તેમનો રોજગાર પ્રભાવિત થશે નહીં, આમ આ યોજનાથી કાશીની આધ્યાત્મિક ગરિમા અને આર્થિક વ્યવસ્થા બંને વચ્ચે એક સુંદર સંતુલન સ્થપાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
