હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો : પરિમલભાઈ નથવાણી સોમવારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની શક્યતા : NDA નો મળી શકે ટેકો
INDIA ગઠબંધન પાસે બહુમતી હોવા છતાં, પરિમલભાઈ નથવાણીની અપક્ષ ઉમેદવારી આ ચૂંટણીને ખૂબ જ રસપ્રદ બનશે!

ઝારખંડમાં આગામી રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. રાજ્યસભાની એક મહત્ત્વપૂર્ણ બેઠક માટે પરિમલભાઈ નથવાણીના નામની ચર્ચાએ વેગ પકડ્યો છે. મળતી માહિતી અનુસાર, પરિમલભાઈ નથવાણી આવતીકાલે સોમવારે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરશે. આ ઘટનાક્રમ બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
આ ચૂંટણીમાં ભાજપ દ્વારા પરિમલભાઈ નથવાણીને સમર્થન આપવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યસભાની એક સીટ જીતવા માટે ૨૮ મતોની જરૂરિયાત છે. હાલના રાજકીય આંકડાઓ પર નજર કરીએ તો:
NDA ગઠબંધન: પાસે કુલ 25 ધારાસભ્યોનું સંખ્યાબળ છે.
INDIA ગઠબંધન: પાસે કુલ 56 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે.
ભાજપના સમર્થન છતાં, NDA પાસે જરૂરી 28 મતોનો આંકડો મેળવવા માટે અન્ય ધારાસભ્યોના ટેકાની જરૂર પડશે. બીજી તરફ, INDIA ગઠબંધન પાસે બહુમતી હોવા છતાં, પરિમલભાઈ નથવાણીની અપક્ષ ઉમેદવારી આ ચૂંટણીને ખૂબ જ રસપ્રદ બનાવી રહી છે. આવતીકાલે ફોર્મ ભર્યા બાદ સ્પષ્ટ થશે કે કયા પક્ષો અને અપક્ષ ધારાસભ્યો આ સમીકરણમાં કેવો વળાંક લાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
