હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૦ જૂને રચશે નવો ઈતિહાસ : જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનારા પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બનશે
સતત ૪,૩૯૯ દિવસ સત્તા પર રહીને નરેન્દ્રભાઈ મોદી નવો કીર્તિમાન સ્થાપિત કરશે : ૧૯૫૨ની પ્રથમ લોકસભા પછીના ગાળામાં જવાહરલાલ નહેરુના ૪,૩૯૮ દિવસના કાર્યકાળને પાછળ છોડી દેશના રાજકીય ફલક પર સર્વોચ્ચ સ્થાન હાંસલ કરશે

નવી દિલ્હી:ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં આગામી ૧૦ જૂન ૨૦store૬નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક ઐતિહાસિક રાજકીય સીમાચિહ્ન સર કરવા જઈ રહ્યા છે. આગામી ૧૦ જૂને તેઓ વડાપ્રધાન તરીકે સતત ૪,૩૯૯ દિવસ પૂર્ણ કરીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાના રેકોર્ડને તોડી નાખશે. આ સાથે જ તેઓ વર્ષ ૧૯૫૨માં પ્રથમ લોકસભાની રચના થયા પછીના દેશના લોકશાહી ઈતિહાસમાં સૌથી લાંબો સમય સળંગ પદ પર રહેનારા વડાપ્રધાન બની જશે.
આઝાદી પછી અને પ્રથમ ચૂંટણી પછીના શાસનનો તફાવત:
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વતંત્રતા મળ્યા બાદ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. પરંતુ, આ સરખામણી ભારતમાં યોજાયેલી પ્રથમ લોકશાહી સામાન્ય ચૂંટણી પછીના ચૂંટાયેલા શાસનકાળના આધારે કરવામાં આવી છે. દેશમાં પ્રથમ લોકસભાની રચના ૧૭ એપ્રિલ ૧૯૫૨ના રોજ થઈ હતી અને જવાહરલાલ નહેરુએ ૧૩ મે ૧૯૫૨ના રોજ પ્રથમ ચૂંટાયેલી સરકારના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ ૨૭ મે ૧૯૬૪ના રોજ પોતાના અવસાન સુધી આ પદ પર રહ્યા હતા, જે મુજબ તેમણે ચૂંટાયેલી સરકારના વડા તરીકે સળંગ ૪,૩૯૮ દિવસ સેવા આપી હતી.
બીજી તરફ, નરેન્દ્રભાઈ મોદીએ ભાજપને પ્રચંડ બહુમતી અપાવીને ૨૬ મે ૨૦૧૪ના રોજ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આગામી ૧૦ જૂન ૨૦store૬ના રોજ તેઓ સત્તા પર સતત ૪,૩૯૯ દિવસ પૂરા કરીને જવાહરલાલ નહેરુના રેકોર્ડને પાર કરી જશે. આ પૂર્વે નરેન્દ્રભાઈ મોદી ૨૫ જુલાઈ ૨૦૨૫ના રોજ ઈન્દિરા ગાંધીના કાર્યકાળને પાછળ છોડીને બીજા ક્રમના સૌથી લાંબો સમય સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા હતા અને હવે તેઓ આ યાદીમાં ટોચ પર પહોંચી જશે.
વધતી વસ્તી અને મતદારો વચ્ચે મેળવેલી પ્રચંડ ઉપલબ્ધિ:
નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્થાપિત થનારો આ રેકોર્ડ બદલાયેલા ભારતના સામાજિક અને રાજકીય ચિત્રને પણ દર્શાવે છે. જ્યારે વર્ષ ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી આશરે ૩૪ કરોડ જેટલી હતી. વર્ષ ૨૦૧૪માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સત્તા સંભાળી ત્યારે દેશની વસ્તી ૧૩૧ કરોડને પાર થઈ ચૂકી હતી, જે હાલમાં અંદાજે ૧૪૬ કરોડથી પણ વધુ હોવાનું અનુમાન છે.
ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભાગીદારી પણ વિશાળ સ્તરે વધી છે. પ્રથમ સામાન્ય ચૂંટણીમાં માત્ર ૧૭ કરોડ જેટલા મતદારો હતા, જેની સરખામણીએ વર્ષ ૨૦૧૪માં ૮૩ કરોડથી વધુ અને વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૯૬ કરોડથી પણ વધારે નોંધાયેલા મતદારોએ ભાગ લીધો હતો.
રાજકીય હરીફાઈમાં થયેલો તીવ્ર વધારો:
જવાહરલાલ નહેરુના સમયગાળા કરતા વર્તમાન સમયમાં રાજકીય સ્પર્ધા અત્યંત કઠિન અને તીવ્ર બની છે. વર્ષ ૧૯૫૧-૫૨ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં દેશમાં માત્ર ૫૩ રાજકીય પક્ષોએ ચૂંટણી જંગમાં ભાગ લીધો હતો. જ્યારે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પક્ષોની સંખ્યા વધીને ૪૬૪ થઈ ગઈ હતી અને તાજેતરમાં યોજાયેલી વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક ૭૪૪ રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા હતા. આવા અત્યંત હરીફાઈવાળા અને બદલાયેલા લોકશાહી માહોલમાં પણ નરેન્દ્રભાઈ મોદીએ સતત જનસમર્થન મેળવીને આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
