તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 8th June 2026
ભારતમાં ૪૦ રૂપિયે કિલો મળતા ભીંડા અમેરિકામાં ૭ હજારમાં વેચાયા !
સુપરમાર્કેટમાં ‘ક્રિસ્પી-ફ્રાઇડ સ્નેકસ' તરીકે રિબ્રાન્ડિંગ કરીને આસમાની ભાવે વેચાણ

ન્યૂયોર્ક, તા.૮: ભારતીય રસોડામાં અત્યંત સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોમાં રોજ ખવાતું સસ્તું શાકભાજી એટલે ભીંડા', પરંતુ આ જ ભીંડા અત્યારે સાત સમુદ્ર પાર અમેરિકામાં પોતાની કિંમતને કારણે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યા છે. સામાન્ય રીતે ભારતીય બજારોમાં જે ભીંડા માંડ રૂ.૪૦ થી રૂ.૫૦ પ્રતિ કિલોના ભાવે આસાનીથી મળી રહે છે, તે યુએસના હાઇ-ફાઇ સુપરમાર્કેટ્સમાં પૂરા રૂ.૭,૨૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે! ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર આશિષ આહુજાએ તાજેતરમાં જ અમેરિકાના એક સુપરમાર્કેટનો વીડિયો શેર કરીને વિદેશી બજારોમાં ભારતીય શાકભાજીના આ અતિશય મોંઘા ભાવ અને તેના સ્માર્ટ રિબ્રાન્ડિંગની રમતને ખુલ્લી પાડી છે, જેને જોઈને ભારતીયો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ આકાશને આંબી રહેલી કિંમત પાછળ વિદેશી કંપનીઓની માર્કેટિંગ કળા જવાબદાર છે. અમેરિકામાં ભીંડાને કોઈ કાચા શાકભાજી તરીકે નહીં, પરંતુ એક પ્રીમિયમ અને હેલ્ધી ક્રિસ્પી-ફ્રાઇડ નાસ્તા તરીકે મોર્ડન પેકિંગમાં રજૂ કરવામાં આવ્યા છે. સુપરમાર્કેટના આકર્ષક સેલ્ફ પર મસાલેદાર, ક્રિસ્પી અને બેક્ડ ભીંડાના માત્ર ૮૫ ગ્રામના એક નાના પેકેટની કિંમત $૬.૫ એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે રૂ.૬૦૦ વસૂલવામાં આવી રહી છે. ગણતરી માંડીએ તો આ હિસાબે એક કિલો ભીંડાની કિંમત રૂ.૭,૨૫૦ જેટલી થાય, જે ભારતમાં મળતા તાજા ભીંડા કરતા સેંકડો ગણી વધારે છે.
પશ્ચિમી દેશોમાં ભારતીય ઓર્ગેનિક ્રોડક્ટ્સ અને પરંપરાગત શાકભાજીને સુપરફૂડ નો ટેગ આપીને વેચવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, જેમાં મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ તગડો નફો કમાઈ રહી છે. ડાયેટિંગ અને હેલ્ધી તોકિંગના નામે અમેરિકનો આ મોંઘા પેકેટ્સ ખુશી-ખુશી ખરીદી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર લોકો રમુજી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે કે, જે શાક ખાવા માટે ભારતમાં બાળકો નખરાં કરે છે, તેને ખાવા માટે અમેરિકનોએ ખિસ્સા ખાલી કરવા પડી રહ્યા છે. બ્રાન્ડિંગ અને પેકેજિંગ જો મજબૂત હોય તો સામાન્ય ભીંડા પણ વિદેશમાં જઈને કેવી રીતે સોનું બની શકે છે, આ ઘટના તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
