<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

શેરબજારમાં ભારે ઉતાર ચઢાવઃ ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની વૈશ્‍વિક બજાર અને ભારતીય શેરબજાર પર અસરો

પ્રારંભમાં ૨૫૦ પોઈન્‍ટ નિફટી તૂટયા પછી તરત જ રિકવરી

નવી દિલ્‍હી, તા.૮: મિડલ ઈસ્‍ટમાં તણાવ વધવાના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્‍યો છે, બ્રેન્‍ટ ક્રૂડ અત્‍યારે સવારે ૯.૩૦ વાગ્‍યે આંતરરાષ્‍ટ્રીય માર્કેટમાં બ્રેન્‍ટ ક્રૂડનો ભાવ વધીને  ૯૫.૪૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયો છે. ઈરાનના હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ ૨.૩૫ થી ૨.૬૫ ડોલર (અંદાજે ૨.૫% થી ૩%) નો સીધો વધારો નોંધાયો છે.

સવારે ૯.૫૦ વાગ્‍યે ભારતીય શેરબજારની છેલ્લી સ્‍થિતિ, સવારે શેરબજાર ખુલતાવેંત એશિયન માર્કેટ્‍સમાં ગભરાટ અને ગિફ્‌ટ નિફ્‌ટીના સંકેતોને કારણે ભારતીય બજાર નિફ્‌ટીમાં ૨૫૦ પોઇન્‍ટના મોટા કડાકા સાથે ખૂલ્‍યું હતું. પરંતુ, શરૂઆતના આંચકા બાદ બજારે નીચલા સ્‍તરેથી ખૂબ જ શાનદાર રિકવરી બતાવી છે.

અત્‍યારની ૯.૫૦ વાગ્‍યાની છેલ્લી સ્‍થિતિ  મુજબ નિફ્‌ટી ૫૦માં સવારનો ૨૫૦ પોઇન્‍ટનો થયેલ મોટો ઘટાડો ઘણો ખરો રિકવર થઈ ગયો છે. અત્‍યારે નિફ્‌ટી માત્ર ૪૯ પોઇન્‍ટના સામાન્‍ય ઘટાડા સાથે ૨૩,૩૬૬ ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્‍સેક્‍સ પણ શરૂઆતના મોટા ઘટાડામાંથી બહાર આવીને અત્‍યારે સવારે ૯.૫૦ વાગ્‍યેમાત્ર ૧૧૬ પોઇન્‍ટ જેવો સામાન્‍ય ડાઉન થઈને ૭૪,૨૪૩ની આસપાસ સ્‍થિર થયો છે.આજના માર્કેટને સપોર્ટ આપવામાં બેંક નિફ્‌ટી મોખરે છે, જે અત્‍યારે ઘટાડાને બદલે ૧૮૮ પોઇન્‍ટના વધારા સાથે ૫૪,૪૯૬ પર ગ્રીન ઝોનમાં કામકાજ કરી રહ્યો છે.માર્કેટ રિકવરીનું કારણ, સવારે આઈટી અને વૈશ્વિક બજારના દબાણથી કડાકો બોલાયો હતો, પરંતુ ભારતીય રોકાણકારોના સપોર્ટ અને બેંકિંગ શેરોની મજબૂતીને કારણે માર્કેટે રિકવરી પકડી લીધી છે અને સવાર જેવો ભય અત્‍યારે સવારે ૯.૫૦ વાગ્‍યે રહ્યો નથી. 

 

(11:30 AM IST)