<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

પરમાણુ ક્ષમતામાં ભારતની મોટી છલાંગઃ પાકિસ્‍તાન પાછળ છૂટયું

વૈશ્‍વિક થિંકટેન્‍ક ‘સિપ્રી'ના અહેવાલમાં ડરામણો ખુલાસોઃ ભારતે પરમાણુ શષાોની સંખ્‍યા વધારીને ૧૯૦ કરીઃ પાક. ૧૭૦ પર જ થંભી ગયું : ચીન અને ફ્રાન્‍સની આક્રમક દોડથી ત્રીજા વિશ્‍વયુધ્‍ધનો ખતરો વધ્‍યોઃ ૨૧૦૦થી વધુ પરમાણુ મિસાઈલો ‘હાઈઓપરેશનલ એલર્ટ' પરઃ વિશ્‍વ

 

નવી દિલ્‍હી, તા.૮: સ્‍ટોકહોમ ઇન્‍ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટના વર્ષ ૨૦૨૬ના તાજેતરના અહેવાલે સમગ્ર વિશ્વને સ્‍તબ્‍ધ કરી દીધું છે. શીત યુદ્ધના દાયકાઓ પછી, ગ્‍લોબલ સુપરપાવર્સ વચ્‍ચે વધતા અવિશ્વાસ અને ભૂરાજકીય તણાવને કારણે પરમાણુ શષાો ઘટાડવાના તમામ આંતરરાષ્‍ટ્રીય પ્રયાસો ધબડકો સાબિત થયા છે. સમગ્ર વિશ્વમાં અત્‍યારે કુલ ૧૨,૧૮૭ પરમાણુ શષાોનો ખડકલો છે, જેમાંથી અંદાજે ૪,૦૧૨ મિસાઇલો અને ફાઇટર જેટ્‍સ પર તૈનાત છે. સૌથી ભયાનક બાબત એ છે કે ૨,૧૦૦ થી ૨,૨૦૦ જેટલા ઘાતક પરમાણુ હથિયારો બિલકુલ રેડી-ટુ-ફાયર એટલે કે હાઈ ઓપરેશનલ એલર્ટ પર રાખવામાં આવ્‍યા છે, જે માત્ર થોડી જ મિનિટોમાં વિનાશ વેરવા સક્ષમ છે.

દક્ષિણ એશિયામાં શક્‍તિ સંતુલનની દ્રષ્ટિએ આ અહેવાલ ભારત માટે ગેમ-ચેન્‍જર સાબિત થયો છે. ભારતે પોતાની સૈન્‍ય વ્‍યૂહરચના અને પરિપક્‍વતાનો પરિચય આપીને પરમાણુ ક્ષમતામાં પાકિસ્‍તાનને સ્‍પષ્ટપણે પાછળ છોડી દીધું છે. ભારતનો પરમાણુ શષાોનો જથ્‍થો વર્ષ ૨૦૨૫ ના ૧૮૦ થી વધીને ૨૦૨૬ માં ૧૯૦ પર પહોંચી ગયો છે, જ્‍યારે પાકિસ્‍તાનનું સૈન્‍ય ભંડાર ૧૭૦ યુદ્ધાભ્‍યાસ પર જ સ્‍થિર રહ્યું છે. આ સિવાય, ભારત અને ચીને હવે શાંતિકાળ દરમિયાન પણ પોતાની મિસાઇલો પર પરમાણુ શષાો તૈનાત રાખવાની શરૂઆત કરી દીધી છે, જે દર્શાવે છે કે કોઈપણ અણધારી કટોકટી કે યુદ્ધની સ્‍થિતિમાં ભારત પલકવારમાં આકરો વળતો પ્રહાર કરવા માટે સજ્જ છે.

વૈશ્વિક સ્‍તરે પરમાણુ શક્‍તિઓની હોડમાં રશિયા ૫,૪૨૦ શષાો સાથે પ્રથમ અને અમેરિકા ૫,૦૪૨ શષાો સાથે બીજા ક્રમે છે. આ રેસમાં ચીને પણ આક્રમક વિસ્‍તાર કરીને પોતાના પરમાણુ બોમ્‍બ ૬૦૦ થી વધારીને ૬૨૦ કર્યા છે, જ્‍યારે ફ્રાન્‍સે સૌથી ઝડપી ઉછાળો મારીને પોતાનો આંકડો ૨૯૦ થી ૩૭૦ પર પહોંચાડી દીધો છે. આ સિવાય બ્રિટન (૨૨૫) અને ઇઝરાયલ (૯૦) સ્‍થિર છે, જ્‍યારે ઉત્તર કોરિયાએ પણ ઘાતક પરમાણુ ક્ષમતા ૫૦ થી વધારીને ૬૦ કરી લીધી છે. વૈશ્વિક શષા નિયંત્રણ કરારો નબળા પડતાં અને નવ પરમાણુ સક્ષમ દેશો દ્વારા થઈ રહેલા આધુનિકીકરણે વિશ્વને એક અત્‍યંત ખતરનાક વળાંક પર લાવીને ઊભું રાખી દીધું છે.

(2:31 PM IST)