<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

રોકેટ ગતિએ દોડ્‍યું ઓટો સેક્‍ટર! મે મહિનામાં વાહનોના વેચાણમાં ૯.૬%નો તોતિંગ ઉછાળો

મોંઘા પેટ્રોલ-ડીઝલ અને આકરી ગરમી પણ ન નડી : ભારતીય બજારમાં ઇલેક્‍ટ્રિક અને સીએનજી વાહનોની ધૂમ ખરીદી વચ્‍ચે શહેરો કરતા ગામડાઓએ મારી મોટી બાજી

નવી દિલ્‍હી, તા.૮: પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ, અસહ્ય ગરમીનો પ્રકોપ અને વૈશ્વિક તણાવ છતાં ભારતીય ઓટોમોબાઈલ સેક્‍ટરે મે ૨૦૨૬ના મહિનામાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઓટો ડીલર્સના સંગઠન ‘ફાડા'ના તાજા આંકડા મુજબ, દેશમાં વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે ૯.૬ ટકાના જોરદાર ઉછાળા સાથે ૨૫.૩૧ લાખ (૨.૫૩૧ મિલિયન) યુનિટ્‍સ પર પહોંચી ગયું છે. આ આંકડા દર્શાવે છે કે ભારતીય ગ્રાહકોનો ઉત્‍સાહ સાતમા આસમાને છે. જોકે મોસમી પરિબળો અને ચોમાસાના વિલંબને કારણે એપ્રિલની સરખામણીએ વેચાણમાં નજીવો ઘટાડો નોંધાયો છે, પરંતુ આગામી દિવસોમાં સારો વરસાદ અને ખરીફ પાકની વાવણી ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે તેવી આશા સેવાઈ રહી છે.

આ આખી તેજીમાં સૌથી મોટો ચમકારો પેસેન્‍જર વાહનો એટલે કે કાર સેગમેન્‍ટમાં જોવા મળ્‍યો છે, જેમાં ૨૩.૩ ટકાના જબરદસ્‍ત વધારા સાથે ૪,૦૨,૫૯૧ કારો રોડ પર દોડતી થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ વખતે શહેરો કરતાં ગામડાં અને નાના ટાઉન્‍સમાં વાહનોની માંગ સવિશેષ રહી છે, જ્‍યાં વેચાણમાં ૩૦.૪ ટકાની બમ્‍પર વળદ્ધિ નોંધાઈ છે. ગ્રાહકોમાં એસયુવીનો ક્રેઝ તો યથાવત રહ્યો જ છે, પણ સાથે જ આકર્ષક ફાઇનાન્‍સ સ્‍કીમ્‍સને કારણે નાની ફેમિલી કારોનું વેચાણ પણ ફરી પાટા પર આવ્‍યું છે. આ ઉપરાંત, લગ્નની મોસમને લીધે બાઇક અને સ્‍કૂટર જેવા ટુપ્રવ્‍હીલર બજારમાં પણ ૧૮.૪ લાખ વાહનોના વેચાણ સાથે ૭.૫ ટકાની મજબૂત તેજી જોવા મળી છે. બીજી તરફ, આ મોંઘવારીના જમાનામાં ગ્રાહકો હવે સ્‍માર્ટ બનીને પર્યાવરણ અને ખિસ્‍સા બંનેને અનુકૂળ એવા વૈકલ્‍પિક ઇંધણ તરફ વળ્‍યા છે. મે ૨૦૨૬ના કુલ કાર વેચાણમાં સીએનજી નો હિસ્‍સો ૨૩.૩ ટકા અને ઇલેક્‍ટ્રિક વાહનોનો હિસ્‍સો ૬.૬ ટકા રહ્યો છે, એટલે કે વેચાયેલી કુલ કારોમાંથી ૩૮ ટકાથી વધુ ગાડીઓ ઈકોપ્રફ્રેન્‍ડલી છે. ટુપ્રવ્‍હીલર સેગમેન્‍ટમાં પણ ઈલેક્‍ટ્રિક સ્‍કૂટર્સનો દબદબો ગયા વર્ષના ૬.૧૧ ટકાથી વધીને ૯.૨૫ ટકા થઈ ગયો છે. ઈપ્રકોમર્સના વ્‍યાપને કારણે કોમર્શિયલ વાહનોમાં ૫.૩ ટકા અને ખેડૂતોની સારી આવકને લીધે ટ્રેક્‍ટરના વેચાણમાં ૧૧.૨ ટકાનો ઉછાળો આવ્‍યો છે. એકંદરે, તમામ કેટેગરીમાં ઈલેક્‍ટ્રિક વાહનોનો કુલ હિસ્‍સો પહેલીવાર ૧૧ ટકાને વટાવી જતાં મે મહિનો ઈવી ક્રાંતિ માટે સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયો છે.

 

(3:03 PM IST)