<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ફીટ ઇન્‍ડિયાઃ અભિનેતા વિક્રાંત મેસીએ સાથે સાઇકલ ચલાવતા મનસુખ માંડવિયા

નવી દિલ્‍હીઃ તા.૮: ‘વિશ્વ સાયકલ દિવસ' નિમિત્તે દેશભરમાં લોકોમાં શારીરિક સ્‍વાસ્‍થ્‍ય અને ફિટનેસ પ્રત્‍યે જાગળતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના ભાગરૂપે ગઇકાલે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાસ ઉપસ્‍થિતિ નોંધાવીને લોકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ‘ફિટ ઈન્‍ડિયા સન્‍ડે ઓન સાયકલ' ના ૭૭માં સંસ્‍કરણનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સાથે જાણીતા બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ પણ સાયકલ ચલાવીને દેશના યુવાનોને ફિટનેસ અને તંદુરસ્‍તી જાળવી રાખવાનો સકારાત્‍મક સંદેશ આપ્‍યો હતો. રાજકીય અને મનોરંજન જગતની દિગ્‍ગજ હસ્‍તીઓએ એકસાથે મળીને આ કાર્યક્રમમાં ભાગ લેતા સામાન્‍ય લોકોમાં અને સાયકલિસ્‍ટોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. સાયકલિંગ એ માત્ર વ્‍યક્‍તિગત શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ પ્રદૂષણ ઘટાડીને પર્યાવરણના રક્ષણ માટે પણ અત્‍યંત ઉપયોગી સાબિત થાય છે.

(3:53 PM IST)