<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

"ઝારખંડ મારી 'કર્મભૂમિ' છે" : ઝારખંડથી રાજ્યસભાના ચોથા કાર્યકાળ માટે પરિમલભાઈ નથવાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપ નેતૃત્વનો આભાર માન્યો : ઝારખંડના વિકાસ માટે તમામ પક્ષોનો સહયોગ માંગ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : આજે રાજ્યસભાના સભ્ય  પરિમલભાઈ નથવાણીએ ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકે તેમના ચોથા કાર્યકાળ માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે.

           આ પ્રસંગે પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું કે, "આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. વર્ષ 2008માં ઝારખંડથી જ મેં રાજ્યસભાના સભ્ય તરીકે મારી સફર શરૂ કરી હતી અને અહીંથી 2 ટર્મ સુધી સાંસદ તરીકે સેવા આપી છે. ઝારખંડ મારી કર્મભૂમિ રહી છે અને ફરી એકવાર ઝારખંડની જનતાની સેવા કરવાનો અવસર મળતા હું પોતાને સદ્ભાગી માનું છું."

         તેમણે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન તથા ભાજપ અને ભાજપ નેતૃત્વવાળા NDAના તમામ હોદ્દેદારોના સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

પરિમલભાઈ નથવાણીએ વધુમાં ઉમેર્યું કે, "ઝારખંડની જનતાના વિકાસ માટે હું અન્ય પક્ષો પાસેથી પણ સમર્થનની અપેક્ષા રાખું છું. મારી કર્મભૂમિની ફરી સેવા કરવાનો અવસર મળે એ મારા માટે ગૌરવની વાત હશે."

 

(3:46 PM IST)