હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શામલીમાં ધર્માંતરણનો ચોંકાવનારો કિસ્સો: જીમ ટ્રેનર અને મૌલવીઓ પર લાગ્યા ગંભીર આરોપ, તપાસમાં પાકિસ્તાની ધર્મશાસ્ત્રી ઇસરાર અહેમદનું નામ આવતા ખળભળાટ
સ્થાનિક ઉદ્યોગપતિના પુત્રનું ગુપ્ત નિકાહ બાદ ધર્માંતરણ કરાવ્યાનો પરિવારનો આક્ષેપ; પાકિસ્તાની વિદ્વાન ડૉ. ઇસરાર અહેમદના પ્રવચનો સાથે કનેક્શન તપાસતી પોલીસ

શામલી, ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં એક અગ્રણી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિના પુત્રના ધર્મ પરિવર્તનના કથિત મામલાએ સમગ્ર રાજ્યમાં રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે. આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વાયરલ વીડિયોના આધારે હિન્દુ સંગઠનોએ આક્રમક વિરોધ નોંધાવ્યો અને પોલીસે ચાંદની કુરેશી નામની જીમ ટ્રેનર, તેના પરિવારના સભ્યો અને ત્રણ મૌલવીઓ વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે.
શું છે આખો મામલો?
પીડિત યુવક આયુષ મલિક, જે મેડિકલ સ્ટોર ચલાવે છે, તેની મુલાકાત લગભગ પાંચ વર્ષ પહેલાં ચાંદની કુરેશી સાથે જીમમાં થઈ હતી. આયુષના પિતા દેવરાજ મલિકનો આરોપ છે કે ચાંદનીએ તેમના પુત્રને પ્રેમજાળમાં ફસાવી તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને લગભગ ચાર વર્ષ પહેલાં ગુપ્ત રીતે નિકાહ કરી લીધા. ફરિયાદ મુજબ, આયુષનું નામ બદલીને 'રહેમાન' રાખવામાં આવ્યું હતું અને તે દાઢી રાખવા તથા નમાજ પઢવા જેવી ધાર્મિક પ્રથાઓ અનુસરવા લાગ્યો હતો. પિતાનો આક્ષેપ છે કે બનાવટી દસ્તાવેજો બનાવીને તેમના પુત્રને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવામાં આવ્યો અને પૈસા પડાવવાનું કાવતરું રચાયું હતું.
પાકિસ્તાની વિદ્વાન ઇસરાર અહેમદ સાથે જોડાયા તાર?
આ કેસની તપાસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તપાસકર્તાઓના ધ્યાને આવ્યું કે આયુષ ધર્માંતરણ પહેલાં પાકિસ્તાની ઇસ્લામિક વિદ્વાન ડૉ. ઇસરાર અહેમદના ઉપદેશો જોતો હતો. ઇસરાર અહેમદ (1932-2010) પાકિસ્તાનના વિવાદાસ્પદ અને અત્યંત પ્રભાવશાળી ધર્મશાસ્ત્રી હતા, જેમણે 'તન્ઝીમ-એ-ઇસ્લામી'ની સ્થાપના કરી હતી અને શરિયા આધારિત વૈશ્વિક ખિલાફતની હિમાયત કરી હતી.
તપાસનો વ્યાપ વધ્યો
પોલીસે જોકે આ કેસમાં ડૉ. ઇસરાર અહેમદ અને કથિત ધર્માંતરણ વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાની હજુ પુષ્ટિ કરી નથી. પરંતુ પોલીસ સૂત્રોનું કહેવું છે કે તપાસકર્તાઓ આયુષની માનસિક સ્થિતિ અને તેને ધર્માંતરણ તરફ પ્રેરાયેલી તમામ કડીઓની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે. શામલી પોલીસ દ્વારા ચાંદની કુરેશી અને તેના પિતાની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
આ કેસે સામાજિક સ્તરે ફરી એકવાર 'લવ જેહાદ' અને ધર્માંતરણના મુદ્દાઓને હવા આપી છે. શામલીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હિન્દુ સંગઠનો આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પોલીસની તપાસમાં શું બહાર આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
