<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે સળગતા જહાજમાંથી 24 ભારતીય નાવિકોનું વાયુસેનાએ સફળ રેસ્ક્યૂ કર્યું

બપોરે ઓમાનના પૂર્વીય દરિયા કિનારે એક વિદેશી ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર 'મેરીવેક્સ'માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી

પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ અને હુમલાઓ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સોમવારે બપોરે આશરે દોઢ વાગ્યે ઓમાનના પૂર્વીય દરિયા કિનારે એક વિદેશી ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર 'મેરીવેક્સ'માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ જહાજ પર 24 ભારતીય નાવિકો સવાર હતા. 

શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. 

શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી અને તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, સૌથી મોટી સકારાત્મક બાબત એ હતી કે આ ટેન્કર તે સમયે ખાલી હતું, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો ઓઇલ કે ગેસનો કાર્ગો ભરેલો નહોતો. જો તેમાં કાર્ગો હોત તો મોટો વિસ્ફોટ થવાનું જોખમ વધી ગયું હોત. ડાયરેક્ટર શર્માએ ઉમેર્યું કે શિપિંગ મંત્રાલય આ મામલે વધુ સચોટ માહિતી મેળવવા માટે વિદેશ મંત્રાલય અને જહાજના માલિકના સતત સંપર્કમાં છે.

(8:41 PM IST)