News of Monday, 8th June 2026
યુદ્ધ બંધ ? ઈરાન પરના મોટા વળતા હુમલાની તૈયારીઓ રોકવા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સૈન્યને આપ્યો આદેશ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા દબાણ બાદ ઇઝરાયેલે પીછેહઠ કરી હોવાનો ન્યૂયોર્ક ટાઇમ્સનો મોટો દાવો

જેરૂસલેમ: સોમવારે ઈરાન દ્વારા કરવામાં આવેલા મોટા પાયે બેલિસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં આજે અત્યારે રાત્રે ઇઝરાયેલ વધુ એક ભયાનક વળતો પ્રહાર કરવાની તૈયારીમાં હતું, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સૈન્યને હુમલાની તૈયારીઓ તાત્કાલિક થંભાવી દેવાનો નિર્દેશ આપ્યો છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અને ઇઝરાયેલી સૈન્યના બે અધિકારીઓના હવાલાથી સામે આવ્યું છે કે મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ન ભડકે તે માટે ટ્રમ્પે દરમિયાનગીરી કરી છે, જેને પગલે ઇઝરાયેલે હાલ પૂરતી પોતાની આક્રમક સૈન્ય કાર્યવાહી પર બ્રેક લગાવી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
