<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેનાનો કહેર: ઇસ્લામિક જિહાદના ત્રણ ટોચના આતંકવાદી કમાન્ડરોનો ખાત્મો બોલાવ્યો

સાતમી ઓક્ટોબરના હુમલામાં અને એન્જિનિયરિંગ નેટવર્ક ઊભું કરવામાં સંડોવાયેલા ત્રણેય ખતરનાક આતંકીઓનો સફાયો

તેલ અવીવ: ઇઝરાયેલી સંરક્ષણ દળોએ મધ્ય ગાઝા પટ્ટીમાં શનિવારે કરેલી એક સચોટ એરસ્ટ્રાઇકમાં પેલેસ્ટિનિયન ઇસ્લામિક જિહાદ સંગઠનના ત્રણ અત્યંત સિનિયર આતંકવાદીઓને ઠાર માર્યા છે. 

 

માર્યા ગયેલા આતંકીઓમાં સંગઠનના એન્જિનિયરિંગ વિભાગના વડા મુહમ્મદ અતિયા હસન અબુ અફાશ, તેના ડેપ્યુટી ફરહત ઝુહૈર ફરહત હરારા અને ઉત્તરી ગાઝામાં એન્ટી-ટેન્ક મિસાઈલ વિભાગના વડા અબ્દલ્લાહ અલ્લાહ રિયાદ મસૂદ કદૂમનો સમાવેશ થાય છે. 

 

આ ત્રણેય આતંકવાદીઓ ઇઝરાયેલી સૈનિકો પરના હુમલાઓમાં અને ૭મી ઓક્ટોબરના નરસંહાર બાદ સંગઠનની સૈન્ય તાકાત ફરી વધારવાના કામમાં સક્રિય રીતે જોડાયેલા હતા.

(9:24 PM IST)