<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ઉત્તરી ઇઝરાયેલના ઝરીત વિસ્તારમાં સાયરન ગુંજી ઊઠી: દક્ષિણ લેબેનોનમાં રોકેટ ખાબકયાની સત્તાવાર પુષ્ટિ

ઇઝરાયેલી સૈનિકો જયાં ઓપરેશન ચલાવી રહ્યા છે તેવા લેબેનોન સરહદી વિસ્તારમાં હવાઈ હુમલો, કોઈ જાનહાનિ નહીં

ઝરીત: ઉત્તરી ઇઝરાયેલના ઝરીત વિસ્તારમાં અચાનક ખતરાની સાયરનો વાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. 

 

ઇઝરાયેલી સેનાના પ્રારંભિક અહેવાલ મુજબ, એક રોકેટ દક્ષિણ લેબેનોનના એ વિસ્તારમાં ખાબક્યું હતું જ્યાં હાલમાં ઇઝરાયેલી સૈનિકો ઓપરેશન ચલાવી રહ્યા છે. 

 

આ ઘટના બાદ નિયમો મુજબ તુરંત સાયરનો વગાડવામાં આવી હતી અને જવાનો સતર્ક થઈ ગયા હતા. 

 

જોકે, રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈપણ સૈનિક કે નાગરિકને ઈજા પહોંચ્યાના અહેવાલ નથી. લેબેનોન સરહદે સતત વધી રહેલા તણાવ વચ્ચે સેના પળપળની સ્થિતિ પર નજર રાખી રહી છે.

(9:25 PM IST)