News of Tuesday, 9th June 2026
બ્રિટિશ યુટયુબરે ૨૪ કલાક પૈસા વિના ભારતમાં વિતાવવાની ચેલેન્જ ઉપાડી
શહેર પસંદ કર્યું પંજાબનું અમ્રિતસર

અમૃતસર,તા.૯: વિદેશથી આવતા અનેક લોકો આજકાલ ભારતના કલ્ચર અને ભારતમાં થયેલા અનુભવો સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે. એમાં એક લેટેસ્ટ ઉમેરો છે બ્રિટનના હેરી જેગાર્ડનો. તેણે ભારતના એક શહેરમાં એક આખો દિવસ પૈસા વિના જીવવાનો પ્રયોગ કર્યો હતો. શહેર પસંદ કર્યું પંજાબનું અમ્રિતસર. તેને મનમાં હતું કે ખિસ્સામાં એક પણ રૂપિયો લીધા વિના દિવસ કાઢવામાં ખૂબ સંઘર્ષ અને અનિヘતિતાઓનો સામનો કરવો પડશે, લોકો તેને હડધૂત અને અપમાનિત પણ કરી શકે છે. જોકે એને બદલે તેની સાથે લોકોએ જે કર્યું એનાથી ભાઈસાહેબ ગદ્ગદ થઈ ગયા. કોઈ વિદેશી માણસ પૈસા વિના ભારતમાં ફસાઈ ગયો છે એ જાણીને સ્થાનિકોએ તેની સાથે એ ઉદારતા દાખવી કે ન પૂછો વાત. હેરીએ ગોલ્ડન ટેમ્પલ પાસે આવેલી કપડાંની એક દુકાનમાં જઈને પ્રામાણિકતાથી કહ્યું કે તેણે એક દિવસ માટે રૂપિયા વિના જીવવાની ચેલેન્જ ઉઠાવી છે. એ સાંભળીને દુકાનદારે તેને પ્રેમથી આવકાર્યો અને કહ્યું કે એ તો ભારતમાં બહુ આસાન છે, તમારે કોઈ ચિતા કરવાની જરૂર નથી. દુકાનદાર તેને શોપની ઉપર આવેલા ધાબે લઈ ગયો અને ત્યાં તેને ચા-બિસ્કિટ આપ્યાં. બન્નેએ મજ્જેથી વાતો કરી અને બપોર થતાં પંજાબના ફેમસ છોલે-કુલ્ચા ખવડાવ્યા. એ ગલીમાં ફરવા નીકળેલા હેરીએ એ પછી તો સ્થાનિકો સાથે ખૂબ વાતો કરી, પંજાબી મ્યુઝિક પર ડાન્સ કર્યો. સાંજે જ્યારે છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે દરેક જણે આ ભાઈને કંઈક ને કંઈક ગિફટ યાદગીરીરૂપે આપી હતી
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
