News of Tuesday, 9th June 2026
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં નવો ધમાકોઃ AI મોડલ ‘ક્લોડ માયથોસ' ચર્ચામાં
અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી અને ખતરનાક AI મોડલ છે ક્લોડ માયથોસ *ભારત દેશ માટે આ ગંભીર ખતરો છે કારણ કે આપણી બેંકો, UPI ચુકવણી સિસ્ટમ, આધાર બાયોમેટ્રિક, એ બધું ડિજીટલ હોવાથી તેની રડાર માં આવી શકે છે. *માયથોસ એટલું પાવરફુલ છે કે એ આખા નેટવર્ક ને પણ ટેકઓવર કરી શકે જે હેકિગની દુનિયાનું સૌથી અઘરું કામ છે. *જો એઆઇ મોડલ ખોટા હાથોમાં ગયું, તો દુનિયાનું સૌથી મોટું સાયબર આપત્તિ શરૂ થઈ શકે છે. *એન્થ્રોપીક કંપનીએ ‘પ્રોજેક્ટ ગ્લાસવિંગ મિશન' અંતર્ગત એમેઝોન, ગુગલ, માઈક્રોસોફટ જેવી ૫૦ વિશાળ કંપનીને આ AI મોડલ વાપરવા આપ્યું છે જેથી આ ટેકનોલોજી ખોટા હાથમાં જાય એ પેલા એ બધા પોતાની સિસ્ટમમાં રહેલી બગ (ભૂલ) શોધીને તેને ફિક્સ કરીને હેક-પ્રૂફ બનાવી શકે. *માયથોસ એ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ સિસ્ટમમાંથી ૧૦,૦૦૦ કરતા પણ વધારે જાટિલ નબળાઈઓ (વલનેરે-બીલી-ટીસ) શોધી કાઢી *આવનારું યુદ્ધ કદાચ મિસાઇલો કે જૈવિક શસ્ત્રોથી નહિ પણ કમ્પ્યુટર પર લડાતું હશે!

ટેકનોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વચ્ચે ચાલી રહેલી સ્પર્ધામાં એક નવું નામ ખૂબ જ ઝડપથી હેડલાઇન્સ મેળવી રહ્યું છે 'ક્લોડ માયથોસ' (Claude Mythos). ટેક નિષ્ણાતો અને યુઝર્સ વચ્ચે આ નવું AI મોડલ તેની અદભુત સર્જનાત્મકતા, સચોટતા અને માનવીય સંવેદનાઓ સાથે લખવાની શૈલીને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આપણા દેશના યુનિયન ફાઇનાન્સ મીનીસ્ટર નિર્મલા સીતારામને માર્કેટમાં આવેલા એક નવા AI model ના કારણે તાત્કાલિક એક હાઇ લેવલ મીટીંગ બોલાવવી પડી. કેલિફોર્નિયા માં આવેલી Anthropic (એન્થ્રોપીક) કંપનીએ તાજેતરમાં બનાવેલા Claude Mythos (ક્લોડ માયથોસ) AI Model એ દુનિયાની સૌથી સુરક્ષીત ઓપરેટીંગ સીસ્ટમ- OpenBSD માંથી ૨૭ વર્ષ જૂની બગ (એટલે કે ભૂલ) શોધી લીધી. આ ફલોના કારણે કોઈ પણ હેકર દૂર બેઠા-બેઠા માત્ર સ્પેશિયલ પેકેટ્સ મોકલીને OpenBSD જેવી દુનિયાની સૌથી સુરક્ષીત ઓપરેટીંગ સીસ્ટમને રિમોટલી ક્રેશ કરી શકતા હતા. આヘર્યની વાત એ છે કે આ ખામી ૧૯૯૮ થી હાજર હતી અને ૨૭ વર્ષ સુધી માનવ સમીક્ષકો અને સ્વચાલિત સુરક્ષા સાધનોની નજરથી છુપાયેલી હતી. આજની દુનિયામાં લગભગ દરેક મહત્વપૂર્ણ સિસ્ટમ્સ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે, અને આ તમામ સિસ્ટમ સોફટવેર પર ચાલે છે. જ્યાં સોફટવેર હશે ત્યાં બગ્સ (ભૂલ) પણ હશે.
ક્લોડ માયથોસ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી અને ખતરનાક AI મોડલ છે. એ કોઈપણ કોડિગ અને પ્રોગ્રામિગને આસાનીથી સમજી શકે છે અને સીસ્ટમમાં રહેલા લૂપહોલ્સ આસાનીથી શોધી શકે છે અને જો કોઈ સીસ્ટમ માં એકવાર લૂપહોલ્સ મળી જાય, પછી તો તેને શોષણ (એક્સપ્લોઇટ) કરીને કોઈપણ હેકર એ સિસ્ટમ ને હેક કરી શકે છે. ભારત દેશ માટે આ ગંભીર ખતરો છે કારણ કે આપણી બેંકો, UPI ચુકવણી સિસ્ટમ, આધાર બાયોમેટ્રિક, એ બધું ડિજીટલ હોવાથી તેની રડાર માં આવી શકે છે અને ભૂલો તો બધી સીસ્ટમમાં હોવાની જ. આ જ કારણે આપડા ફાઇનાન્સ મિનિસ્ટર એ આરબીઆઈ, વાણિજ્યિક બેંકો,? ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય સાથે એક હાઇ લેવલ બેઠક યોજી તેમાં ક્લોડ માયથોસ એઆઇ સાથે જોડાયેલા સાયબરસિક્યુરિટી થ્રેટસ અંગે ચર્ચા કરી.
માયથોસ એટલું પાવરફુલ છે કે એ આખા નેટવર્કને પણ ટેકઓવર કરી શકે જે હેકિગની દુનિયાનું સૌથી અઘરું કામ છે. એટલે જો એઆઇ મોડલ ખોટા હાથોમાં ગયું, તો દુનિયાનું સૌથી મોટું સાયબર આપત્તિ શરૂ થઈ શકે છે. હવે આ મુસીબત ખાલી ભારત માટે જ નહિ, બધા દેશ માટે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત બની ગઈ છે. અત્યાર સુધી આવા ભૂલો શોધવા માટે કુશળ સંશોધકોને મહિનાઓ કે વર્ષો સુધી મહેનત કરવી પડતી હતી. પરંતુ AI આ સમગ્ર રમતના નિયમો બદલી રહ્યું છે. એન્થ્રોપીક કંપનીએ આ મોડલ સામાન્ટ લોકો માટે રીલિઝ કરવાનું પણ કેન્સલ કર્યું છે. કારણકે કંપનીને ડર છે અને ખબર છે કે આ કયા લેવલનું હેકિગ કરી શકે છે. હવે એન્થ્રોપીક કંપનીએ ‘પ્રોજેક્ટ ગ્લાસવિગ મિશન' અંતર્ગત એમેઝોન, ગુગલ, માઈક્રોસોફટ જેવી ૫૦ વિશાળ કંપનીને આ AI મોડલ વાપરવા આપ્યું છે જેથી આ ટેકનોલોજી ખોટા હાથમાં જાય એ પેલા એ બધા પોતાની સિસ્ટમમાં રહેલી બગ (ભૂલ) શોધીને તેને ફિક્સ કરીને હેક-પ્રૂફ બનાવી શકે. માત્ર થોડા જ અઠવાડિયામાં માયથોસ એ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ સિસ્ટમમાંથી ૧૦,૦૦૦ કરતા પણ વધારે જાટિલ નબળાઈઓ (વલનેરે-બીલી-ટીસ) શોધી કાઢી અને માયથોસની આ કામગીરી જોઈને સાયબર સુરક્ષા વિશ્વ ખરેખર આઘાતમાં છે.
AI એક આશીર્વાદ પણ છે અને સૌથી મોટું હથિયાર પણ છે. બસ એ સર્જન કરશે કે વિનાશ તે નિર્ભર કરશે કે એને વાપરવા વાળું કોણ છે. કોને ખબર આવનારું યુદ્ધ કદાચ મિસાઇલો કે જૈવિક શષોથી નહિ પણ કમ્પ્યુટર પર લડાતું હોય! અને હવે સૌથી મોટો સવાલ... જો માયથોસ AI કોઈપણ રીતે ખોટા હાથોમાં ગયું, તો શું આપડે એની માટે તૈયાર છીએ? કદાચ ‘ના'.. ભવિષ્યમાં સૌથી સુરક્ષિત સિસ્ટમ કદાચ એવી હશે જ્યાં AI હુમલો શોધશે, AI જ રક્ષણ કરશે, અને માણસ અંતિમ નિર્ણય લેશે. આ એઆઇ મોડલ વિશે ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/reel/DZAbnW7M03n/?igsh=bGJteTEzMnN3eWt3 પર પણ જોઇ શકો છો.(૪૦.૨૩)
સામાન્ય જનતા માટે કેમ ઉપલબ્ધ નથી?
એન્થ્રોપિક કંપનીએ આ મોડલને સામાન્ય યુઝર્સ (જેમ કે ક્લોડ સોનેટ કે ઓપસ) માટે ઓપન કર્યું નથી. તેની પાછળનું મુખ્ય કારણ સુરક્ષા છે. જે AI મોડલ સોફટવેરની સિક્યોરિટી નબળાઈ શોધી શકે તે મોડલ જો કોઈ હેકરના હાથમાં આવી જાય તો તે વિનાશક સાઇબર એટેક પણ કરી શકે છે. આથી, આ મોડલ હાલમાં અત્યંત સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવ્યું છે. એન્થ્રોપિક કંપનીએ આ મોડલના ઉપયોગ માટે ‘પ્રોજેક્ટ ગ્લાસવિંગ' શરૂ કર્યો છે. આ અંતર્ગત વિશ્વની માત્ર ૧૫૦ જેટલી પસંદગીની સંસ્થાઓ, સરકારો અને સાઇબર સિક્યોરિટી એજન્સીઓને જ આનો એક્સેસ આપવામાં આવ્યો છે. ભારતની બેન્કિંગ, ટેલિકોમ અને સાઇબર સિક્યોરિટી ક્ષેત્રની પ્રમુખ સંસ્થાઓ (જેમ કે CERT-In અને મોટી ટેક કંપનીઓ) ને પણ આ પ્રોજેક્ટ હેઠળ ક્લોડ માયથોસનો વહેલો એક્સેસ મળ્યો છે જેથી ભારતની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવી શકાય.
શું છે ક્લોડ માયથોસ?
એન્થ્રોપિક કંપનીના પ્રખ્યાત ‘ક્લોડ' AI મોડલ્સની શ્રેણીમાં આ એક વિશેષ અને અદ્યતન એડિશન માનવામાં આવે છે. 'માયથોસ' શબ્દ પૌરાણિક કથાઓ અને વાર્તાલાપ સાથે જોડાયેલો છે. ક્લોડ માયથોસ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રિસર્ચ કંપની એન્થ્રોપિક દ્વારા વિકસાવવામાં આવેલું અત્યંત શક્તિશાળી અને આધુનિક ફ્રન્ટિયર AI મોડલ છે. અગાઉ સોશિયલ મીડિયા પર ચાલેલી અફવાઓથી વિપરીત (જેમાં તેને માત્ર વાર્તાલેખન કે ક્રિએટિવ રાઇટિગનું મોડલ ગણવામાં આવતું હતું), આ મોડલ વાસ્તવમાં સાઇબર સિક્યોરિટી અને કોડિગ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે બનાવવામાં આવ્યું છે જે કમ્પ્યુટર સિક્યોરિટીનો ‘સુપરહીરો' સાબીત થઇ શકે છે. ક્લોડ માયથોસ એ સામાન્ય AI મોડલ નથી. તે સોફટવેર કોડિગમાં રહેલી ખામીઓ અને સુરક્ષા ખામીઓને શોધવામાં માણસ કરતાં પણ વધુ સક્ષમ સાબિત થયું છે. આ મોડલ દુનિયાના એવા સોફટવેર કે ઓપરેટિગ સિસ્ટમની સુરક્ષા ખામીઓ શોધી શકે છે જેના વિશે અત્યાર સુધી કોઈ માણસ કે એન્ટીવાયરસને પણ ખબર નહોતી. પ્રી-રિલીઝ ટેસ્ટિંગ દરમિયાન, માયથોસે દરેક જાણીતી ઓપરેટિગ સિસ્ટમ અને વેબ બ્રાઉઝરમાં હજારો ગંભીર ખામીઓ શોધી કાઢી હતી જેમાં એક એવી ખામી પણ હતી જે ૨૭ વર્ષથી કોઈ પકડી શક્યું નહોતું.
એન્થ્રોપિક નો હેતુ ભવિષ્યમાં આ મોડલની શક્તિનો ઉપયોગ કરીને ‘ક્લાઉડ કોડ' અને 'ક્લાઉડ સિક્યુરીટી' જેવા ટૂલ્સ બનાવવાનો છે જેથી સોફટવેર ડેવલપર્સ પોતાનો કોડ લખતી વખતે જ તેને સાઇબર એટેકથી સુરક્ષિત (હેક પ્રુફ) બનાવી શકે. ટૂંકમાં કહીએ તો ક્લોડ માયથોસ એ ડિજિટલ દુનિયાને સાઇબર ગુનાઓ અને હેકિગથી બચાવવા માટે એન્થ્રોપિક દ્વારા તૈયાર કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી 'ડિફેન્સિવ સાઇબર સિક્યોરિટી' AI એન્જિન છે.
એઆઈ આપમેળે પોતાને બહેતર બનાવવાનું શીખી જાય તો... કાબૂમાં નહીં રહે AI..!
માઇથોસ એઆઇ મોડલ બનવનાર એથ્રોપિકનું કહેવું છે કે, નવા એઆઈ મોડેલ એવા સંકેતો આપી રહ્યાં છે કે, તે માણસનાં કાબૂની બહાર જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સન ફ્રાંસિસ્કો સ્થિત એન્થ્રોપિક પોતાનાં જબરદસ્ત એઆઈ ક્લોડનાં કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે. એન્થ્રોપિકે સૌથી શક્તિશાળી એઆઈસિસ્ટમ વિકસાવવા ઉપર તાત્કાલિક અસરથી રોક મૂકવાની માગણી કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, એઆઈની રફતાર એટલી તેજ છે કે સમાજ વ્યવસ્થા અને સુરક્ષા તેની સાથે તાલમેલ બેસાડી શક્તા નથી. એથ્રોપિકની આ માગથી દુનિયાનાં ઉદ્યોગજગત અને સરકારો તરફથી વિભિન્ન પ્રતિક્રિયાઓ આવી રહી છે.
એથોપિકને પોતાનાં આંતરિક ડેટાથી જાણવા મળ્યું છે કે, હવે એઆઈ પોતાને વિકસિત કરવાની ઝડપ વધારવા માંડ્યું છે. જેનાથી એક લૂપ બની રહ્યો છે અને એઆઈ પોતાની જાતને વધુ સમજદાર બનાવવાની દિશામાં આગળ વધવા માંડ્યું છે. જે એઆઈ આપમેળે પોતાને બહેતર બનાવવાનું શીખી જાય તો પછી દુનિયા અને માણસજાત માટે મોટો ખતરો બની શકે છે. ભલે આ સ્થિતિ હજી દૂર છે પણ એઆઈની પ્રગતિ માણસની ભૂમિકાને સતત સીમિત કરવા માંડી છે. જે ખતરનાક ભવિષ્યનો સંકેત કરે છે. એંથ્રોપિકનું કહેવું છે કે, વૈશ્વિકસ્તરે એઆઈનાં વિકાસને રોકવું કઠિન છે. કંપની આની તુલના પરમાણુ શસ્ત્ર સાથે કરે છે. પરમાણુ હથિયારોને રોકવા માટે દુનિયાભરમાં સંધિઓ થઈ છે પણ એઆઈને રોકવાનું તેનાંથી પણ વધુ કપરા ચઢાણ સાબિત થવાનું છે. જો કે એંન્થ્રોપિકની આ માગણીનો વિરોધ પણ થઈ રહ્યો છે. ટેક દિગ્ગજ કંપનીઓ કહે છે કે, આવું કરવાથી ચીનને ટેકનોલોજીની રેસમાં સરસાઈ આપી દેવા સમાન બની જશે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
