<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ઝારખંડ મારી કર્મભૂમિ છેઃ પરિમલભાઇ નથવાણીએ રાજયસભામાં અપક્ષ ઉમેદવારી કરી

નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ સહિત ભાજપ નેતૃત્‍વનો આભાર માન્‍યોઃ ઝારખંડનાં વિકાસ માટે તમામ પક્ષોનો સહયોગ માંગ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) દ્વારકા તા. ૯ :.. રજ્‍યસભાના સભ્‍ય  પરિમલભાઈ નથવાણીએ ઝારખંડથી રાજ્‍યસભાના સભ્‍ય તરીકે તેમના ચોથા કાર્યકાળ માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે.

આ પ્રસંગે પરિમલભાઈ નથવાણીએ જણાવ્‍યું કે, ‘આ મારા માટે ખૂબ જ ભાવનાત્‍મક ક્ષણ છે. વર્ષ ૨૦૦૮માં ઝારખંડથી જ મેં રાજ્‍યસભાના સભ્‍ય તરીકે મારી સફર શરૂ કરી હતી અને અહીંથી ૨ ટર્મ સુધી સાંસદ તરીકે સેવા આપી છે. ઝારખંડ મારી કર્મભૂમિ રહી છે અને ફરી એકવાર ઝારખંડની જનતાની સેવા કરવાનો અવસર મળતા હું પોતાને સદ્વાગી માનું છું.'

તેમણે પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઇ મોદી,  કેન્‍દ્રીય ગળહમંત્રી  અમિતભાઇ શાહ, ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ  નીતિન નબીન તથા ભાજપ અને ભાજપ નેતળત્‍વવાળા NDAના તમામ હોદ્દેદારોના સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.

પરિમલભાઈ નથવાણીએ વધુમાં ઉમેર્યું કે, ઝારખંડની જનતાના વિકાસ માટે હું અન્‍ય પક્ષો પાસેથી પણ સમર્થનની અપેક્ષા રાખું છું. મારી કર્મભૂમિની ફરી સેવા કરવાનો અવસર મળે એ મારા માટે ગૌરવની વાત હશે.

(11:25 AM IST)