News of Tuesday, 9th June 2026
સગાઈમાં જતા ગુજરાતી પરિવારને મહારાષ્ટ્રના જલગાંવમાં અકસ્માત: 6 લોકોના મોત :એક બાળકનો આબાદ બચાવ
અમલનેર-ધુલે રોડ પર લોંધેફાટા નજીક તેમની કાર સામેથી આવતી મોટરસાઈકલ સાથે અથડાઈ:ટક્કર બાદ, મોટરસાઈકલ કાબુ ગુમાવી અને પાછળથી આવતી બસ સાથે અથડાઈ

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વારાંગાંવ નજીક મુંબઈ-નાગપુર હાઇવે બાયપાસ પર એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.મહારાષ્ટ્ર જલગાંવમાં ગુજરાતી પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. ST બસ, કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.આ અકસ્માત અમલનેર-ધુલે રોડ પર થયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર લોકો ગુજરાતથી મહારાષ્ટ્રમાં એક સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. લોંધે ફાટા નજીક, તેમની કાર સામેથી આવી રહેલી મોટરસાઈકલ સાથે અથડાઈ. ટક્કર બાદ, મોટરસાઈકલ કાબુ ગુમાવી અને પાછળથી આવતી બસ સાથે અથડાઈ હતી.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
