હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓમાનની ખાડીમાં ભારતીય ક્રૂ ધરાવતા ટેન્કર પર થયેલા હુમલાની અમેરિકાએ કબૂલાત કરી : ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓ દ્વારા ડ્રોનથી હુમલો થયાનો દાવો, ક્રૂના તમામ 22 ભારતીય સભ્યો સુરક્ષિત
અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને પુષ્ટિ કરી, ટેન્કર પર સવાર તમામ 22 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાના અહેવાલ; અમેરિકાએ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું, કહ્યું ઈરાન સમર્થિત યમનના હુતી વિદ્રોહીઓએ કર્યો હુમલો, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે દરિયાઈ માર્ગો પર વધ્યો ખતરો

વોશિંગ્ટન, તા. 9 : ઓમાનની ખાડીમાં ભારતીય ક્રૂ ધરાવતા એક કોમર્શિયલ ટેન્કર પર થયેલા હુમલાની અમેરિકાએ સત્તાવાર રીતે કબૂલાત કરી છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને જણાવ્યું કે લાઇબેરિયાના ધ્વજવાળા કેમિકલ ટેન્કર એમવી કેમ પ્લુટો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ ટેન્કર પર કુલ 22 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. સદનસીબે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. ટેન્કરને આંશિક નુકસાન થયું છે. આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલોર આવી રહ્યું હતું.
પેન્ટાગોને આ હુમલા માટે સીધું ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકાના દાવા મુજબ, આ હુમલો ઈરાન સમર્થિત યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવ્યો છે. હુમલા માટે ઈરાનથી લોન્ચ કરાયેલા ડ્રોનનો ઉપયોગ થયો હતો. આ હુમલો ભારતના દરિયાકાંઠાથી લગભગ 200 નોટિકલ માઈલ દૂર થયો હતો.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ લાલ સમુદ્ર અને અરબ સાગરમાં વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓ વધી છે. હુતી વિદ્રોહીઓ ઈઝરાયેલ સાથે જોડાણ ધરાવતા જહાજોને નિશાન બનાવી રહ્યા છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો પર ખતરો વધી ગયો છે.
ભારતીય નૌસેનાએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને અરબ સાગરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. ભારત સરકાર આ મામલે સતત નજર રાખી રહી છે અને ક્રૂ સભ્યોના સંપર્કમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
