હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મથુરામાં બાંકે બિહારી મંદિરના ગેટ નંબર 5 નજીક જર્જરિત મકાનનો છજ્જો તૂટ્યો : 4 થી 6 શ્રદ્ધાળુઓ ઘાયલ
મકાનના છજ્જા પર વાંદરાઓના મોટા ટોળાના ભારને કારણે ધરાશાયી થતા ભારે દોડધામ મચી:ઘાયલોને તાત્કાલિક વૃંદાવનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા:તંત્ર સામે જર્જરિત મકાનોના સર્વેની માંગણી ફરી એકવાર તેજ બની

મથુરાના વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો માટે આજે દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મંદિરના ગેટ નંબર 5 નજીક એક જૂના મકાનનો છજ્જો અચાનક ધરાશાયી થતા 4 થી 6 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.
પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જે મકાનનો છજ્જો પડ્યો તે અત્યંત જર્જરિત હાલતમાં હતું. મંદિરના ગલી વિસ્તારમાં આવેલા આ મકાનના છજ્જા પર એકસાથે અનેક વાંદરાઓ આવીને બેસી ગયા હતા. વાંદરાઓના અચાનક ભારને કારણે છજ્જો વજન સહન ન કરી શક્યો અને નીચે ભક્તો પર ભરાઈ પડ્યો. આ દુર્ઘટનાને પગલે લોકોમાં રોષ અને આઘાતની લાગણી ફેલાઈ છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ ભક્તોને સારવાર માટે વૃંદાવનની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. બાંકે બિહારી મંદિરના ગલીઓમાં જર્જરિત મકાનો હોવાને કારણે અહીં અગાઉ પણ અનેક વખત આવી આશંકાઓ સેવાતી રહી છે.
બાંકે બિહારી મંદિર હંમેશા ભક્તોથી ઉભરાતું રહેતું હોય છે. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે. તંત્ર દ્વારા જર્જરિત મકાનોનું સર્વે કરી તેને દૂર કરવા માટેની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સલામતી માટે મંદિર આસપાસના આવા જોખમી સ્થળોને તાત્કાલિક અસરથી સુરક્ષિત કરવા અત્યંત જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
