હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકન સેનાના અપાચે હેલિકોપ્ટર પર ઈરાનનું આત્મઘાતી 'શાહેદ' ડ્રોન ત્રાટકેલું : ઇરાનના આ ઊંબાડીયાથી ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે શાંતિ કરાર કરવાના પ્રયાસો પર પાણી ફરી વળી જશે?
બંને દેશો વચ્ચે તંગદિલીમાં ભયંકર વધારો: શાંતિ મંત્રણાઓ વચ્ચે થયેલા આ હુમલાની સત્તાવાર તપાસ શરૂ, ઈરાને જાણીજોઈને હુમલો કર્યો છે કે અકસ્માત તે અંગે ઘેરાતું સસ્પેન્સ

વૉશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાઓ વચ્ચે જબરદસ્ત ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અને લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોર્મુઝની સામુદ્રધુની નજીક પેટ્રોલિંગ કરી રહેલું અમેરિકાનું અત્યાધુનિક 'એએચ-૬૪ અપાચે' હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. શરૂઆતમાં આ એક સામાન્ય અકસ્માત હોવાનું મનાતું હતું, પરંતુ સીએનએન અને એક્સિઓસ જેવા ટોચના અહેવાલોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઈરાનના 'શાહેદ' આત્મઘાતી ડ્રોન દ્વારા આ હેલિકોપ્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ હુમલો જાણીજોઈને કરાયો હતો કે પછી અકસ્માતે ડ્રોન ટકરાયું હતું, તે અંગે હજુ સત્તાવાર લશ્કરી તપાસ ચાલી રહી છે, પરંતુ આ હચમચાવી દેનારી ઘટનાએ મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા ફરીથી તેજ કરી દીધા છે.
અમેરિકન અધિરીઓને ટાંકીને વૈશ્વિક મીડિયા દ્વારા સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે આ હેલિકોપ્ટર કોઈ યાંત્રિક ખામીના કારણે નહીં, પરંતુ ઈરાનના ખતરનાક ડ્રોન સાથે ટકરાવાના કારણે જ દરિયામાં તૂટી પડ્યું છે.
અગાઉ એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે જમીન પરથી હવામાં પ્રહાર કરતી કોઈ ઈરાની મિસાઈલ દ્વારા આ કાવતરું ઘડાયું છે, પરંતુ અંતે ડ્રોન સ્ટ્રાઈકની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
આ ઘટના બરાબર એવા સમયે બની છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) અને શાંતિ સમજૂતીની નાજુક મંત્રણા ચાલી રહી છે.
અમેરિકન સૈન્યના તપાસ અધિકારીઓ અત્યારે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે ઈરાનનું આ પગલું કોઈ સુનિયોજિત લશ્કરી ષડયંત્રનો ભાગ હતું કે નહીં. જોકે, બંને પાઈલટનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી છે.
મધ્ય પૂર્વના નિષ્ણાતો અને 'ધ ડોન' તેમજ 'અલ જઝીરા'ના રિપોર્ટ્સ મુજબ, આ ઘટનાના કારણે અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાન સાથે શાંતિ કરાર કરવાના પ્રયાસો પર પાણી ફરી વળી શકે છે.
ઈરાનની આ આક્રમક હરકતથી ગલ્ફ વિસ્તારમાં ફરીથી બારુદની ગંધ આવવા લાગી છે. હાલમાં અમેરિકન લશ્કરે સામુદ્રધુનીમાં પોતાની સુરક્ષા અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દીધું છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
