હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશ સામેના વિવિધ પડકારો વૈશ્વિક મહામારીના સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નેતૃત્વ શક્તિના ચિરાગ પાસવાને વખાણ કર્યા
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ બદલ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા:તેમણે આ સમયગાળાને ઐતિહાસિક અને અત્યંત સફળ ગણાવ્યો

નવી દિલ્હી :દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાંથી તેમને અભિનંદનન પાઠવવામાં આવ્યા છે. આ યાદગાર અવસરે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાને વડાપ્રધાનને વિશેષ અભિનંદન પાઠવ્યા છે. તેમણે વડાપ્રધાનના આ 12 વર્ષના કાર્યકાળને 'ઐતિહાસિક' અને 'અત્યંત સફળ' ગણાવ્યો છે.
ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વમાં દેશે વિવિધ ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. તેમણે યાદ અપાવ્યું હતું કે, તેમના સ્વર્ગસ્થ પિતા રામ વિલાસ પાસવાન વડાપ્રધાનના મંત્રીમંડળમાં એક વિશ્વાસુ સહયોગી તરીકે તેમની સાથે કામ કરી ચૂક્યા છે. આ જૂના સંબંધોને તાજા કરતા ચિરાગ પાસવાને વડાપ્રધાનના કાર્ય કરવાની શૈલીના વખાણ કર્યા હતા.
પોતાના અભિનંદન સંદેશમાં તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 12 વર્ષોમાં દેશે અનેક વૈશ્વિક પડકારો અને મહામારી જેવી કટોકટીનો સામનો કર્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ વડાપ્રધાન મોદીના મક્કમ નેતૃત્વ હેઠળ ભારત સતત વિકાસની રાહ પર આગળ વધ્યું છે અને વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
રાજકીય વર્તુળોમાં ચિરાગ પાસવાનના આ અભિનંદન સંદેશને ખૂબ મહત્વના માનવામાં આવી રહ્યા છે. એક યુવા નેતા તરીકે તેમણે જે રીતે વડાપ્રધાનના કાર્યકાળના ગુણગાન ગાયા છે, તે તેમના ગઠબંધન અને વડાપ્રધાન પ્રત્યેના આદરને સ્પષ્ટ કરે છે. આ 12 વર્ષના કાર્યકાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલાઈઝેશન અને કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી જે બદલાવ આવ્યો છે, તેની ચિરાગ પાસવાને ખાસ પ્રશંસા કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
