<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ઈરાન સાથેના સીધા યુદ્ધમાં એક હજારથી વધુ અમેરિકન સૈનિકો માર્યા ગયા હોવાનો ઈરાન સ્ટેટ ટીવીનો દાવો

અમેરિકન અને ઈઝરાયેલી દળોને ખતમ કરવા માટે અમારે કોઈ જ ખાસ પ્રયાસની જરૂર નથી: ઈરાની વિશ્લેષકોનું નિવેદન

તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ ઘર્ષણમાં ૧,૦૦૦ થી વધુ અમેરિકન સૈનિકો માર્યા ગયા હોવાનો અત્યંત સનસનીખેજ દાવો ઈરાનના સરકારી ટીવી દ્વારા કરવામાં આવ્યો છે. આ મોટા દાવાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ અને આશ્ચર્ય મચાવી દીધું છે.
ડેરફશ ન્યૂઝ નેટવર્કના અહેવાલ અને ઈરાની સ્ટેટ ટીવીના પ્રસારણને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ઈરાની દળોએ અમેરિકા અને ઈઝરાયેલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 
ઈરાની મીડિયામાં આવેલા એક વિશ્લેષકના જણાવ્યા મુજબ, અમેરિકન અને ઈઝરાયેલી સૈન્ય દળોનો ખાત્મો બોલાવવો એ ઈરાન માટે અત્યંત સરળ બાબત છે અને તેમાં કોઈ ખાસ મહેનતની જરૂર પડતી નથી.
અલબત્ત, આ સનસનીખેજ દાવાઓને અમેરિકા કે અન્ય કોઈ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ દ્વારા સમર્થન મળ્યું નથી. પરંતુ ઈરાન તરફથી સતત કરવામાં આવી રહેલા આ પ્રકારના પ્રચારથી બંને દેશો વચ્ચેનું માનસિક અને માધ્યમોનું યુદ્ધ પણ તીવ્ર બન્યું છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પશ્ચિમી દેશોમાં પણ ભારે ચર્ચા જાગી છે. ભલે આ દાવો પ્રચારનો એક હિસ્સો હોય, પરંતુ ઈરાનનું આ નિવેદન દર્શાવે છે કે મધ્ય પૂર્વમાં બંને પક્ષે ભારે ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

 

(12:04 AM IST)