હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

તેહરાન: ઈરાન સરકાર દ્વારા પોતાના જ નિર્દોષ નાગરિકો પર હિંસક દમન અને અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. કટ્ટરપંથી શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ૨,૦૦૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ૩,૦૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવાનું વ્યાપક કાવતરું ઘડવામાં આવ્યું છે.
ડેરફશ ન્યૂઝ નેટવર્કના વિસ્તૃત અહેવાલ અનુસાર, ઈરાનના ન્યાયતંત્રએ આ તમામ લોકો પર જાસૂસી કરવાના તદ્દન પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવ્યા છે. આ બોગસ આરોપો અંતર્ગત નિર્દોષ વિરોધીઓ અને રાજકીય કેદીઓને સીધી જ મોતની સજા ફટકારવાની તૈયારીઓ ચાલી રહી છે.
ઈરાની ન્યાયતંત્રના વડા એજેઈએ તાજેતરમાં જ એક વિવાદાસ્પદ આદેશ જારી કરીને નિર્દોષ પ્રદર્શનકારીઓ અને રાજકીય કેદીઓને આપવામાં આવેલી ફાંસીની સજાના અમલીકરણમાં ઝડપ લાવવા જણાવ્યું છે. આ અત્યંત ક્રૂર આદેશને પગલે દેશભરમાં ભય અને આક્રોશનો માહોલ છવાઈ ગયો છે.
વૈશ્વિક માનવાધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય મીડિયા આ હિંસક દમનની આકરી નિંદા કરી રહ્યા છે. ઈરાનનું આ સરમુખત્યારશાહી વલણ વિશ્વભરમાં ચિંતાનો વિષય બન્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન સરકાર સામે કડક પગલાં લેવાની માંગ ઉગ્ર બની છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM