હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનની રાજધાની તેહરાનમાં મોડી રાત્રે શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટોના અવાજોથી ભારે ગભરાટ: એર ડિફેન્સ સિસ્ટમ્સ સક્રિય કરવામાં આવી
મલ્ટીપલ ચેનલો અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં વિસ્ફોટોના અહેવાલો વહેતા થયા: સત્તાવાર સ્વતંત્ર પુષ્ટિનો હજુ સુધી અભાવ

તેહરાન: ઈરાનની રાજધાની તેહરાનમાં મોડી રાત્રે અનેક પ્રચંડ વિસ્ફોટો સંભળાયા હોવાના અહેવાલોથી દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિવિધ ટેલિગ્રામ ચેનલો અને સ્થાનિક સૂત્રો દ્વારા તેહરાનના આકાશમાં બ્લાસ્ટ થયા હોવાની માહિતી વહેતી કરવામાં આવી છે. કેટલાક અહેવાલો મુજબ, આ વિસ્ફોટોને પગલે ઈરાનની સૈન્ય એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જોકે, આ વિસ્ફોટો કોઈ દુશ્મન દેશના હુમલાનું પરિણામ છે કે એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા કોઈ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે, તેની હજુ સુધી કોઈ સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
અલ અરેબિયા અને ઝિન્હુઆ જેવી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓના અહેવાલો અનુસાર, તેહરાનના મધ્ય ભાગમાં મોટા વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વિદેશ મંત્રાલયના પરિસરમાં પણ તેના આંચકા અનુભવાયા હોવાનું પત્રકારો જણાવી રહ્યા છે.
સ્થાનિક મીડિયા 'ફાર્સ ન્યૂઝ એજન્સી'એ પણ પુષ્ટિ કરી છે કે શહેરમાં એર ડિફેન્સ સિસ્ટમે કામગીરી શરૂ કરી દીધી છે.
હાલમાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે જે પ્રકારની યુદ્ધની અને તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે, તેને જોતા આ વિસ્ફોટો અત્યંત ગંભીર માનવામાં આવે છે. સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ, નુકસાનીની વિગત કે સ્થળ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રાજધાનીના નાગરિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો અને ગુપ્તચર એજન્સીઓ તેહરાનની આ ઘટના પર બારીક નજર રાખી રહી છે. જો આ કોઈ બાહ્ય હુમલો કે ટાર્ગેટ કિલિંગ સાબિત થશે, તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની આગ વધુ ભડકવાની પૂરી શક્યતા છે. હાલમાં સોશિયલ મીડિયા પર અનેક અટકળોનો દોર ચાલી રહ્યો છે, જ્યારે લોકો સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
