હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નૈઋત્યનું ચોમાસુ મુંબઈના દરવાજે પહોંચ્યું, હવે માત્ર ગણતરીના કિલોમીટર દૂરઃ૨૪ થી ૪૮ કલાકમાં મુંબઈમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ જવાની પૂરેપૂરી સંભાવના
ગુજરાતમાં મેઘરાજાની પધરામણી માટે લોકોએ હજુ રાહ જોવી પડશેઃ ૨૦ તારીખ આસપાસ ચોમાસુ બેસવાની સંભાવનાઃ ગુજરાતમાં ૧૪ અને ૧૫ જૂને છૂટોછવાયો વરસાદ પડશેઃ રાજ્યમાં પાંચ દિવસ ચોમાસુ મોડું પડવા સંભવઃ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગ ના લેટેસ્ટ ઇનસેટ- થ્રી-ડીએસ સેટેલાઇટ ડેટા અને રડાર ઈમેજ મુજબ, નૈઋત્યનું ચોમાસું અત્યંત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
સેટેલાઇટની આજે સવારે ૮ વાગ્યાની છેલ્લી વિગતો દર્શાવે છે કે અરબી સમુદ્ર પરથી ઉઠેલા ભારે વરસાદી વાદળોનો વિશાળ સમૂહ દક્ષિણ મહારાષ્ટ્ર અને કોંકણ કાંઠાને સંપૂર્ણપણે આવરી ચૂકયો છે.
અગાઉ મુંબઈથી ૧૫૦ કિલોમીટર દૂર રહેલું આ ચોમાસું હવે આજે સવારે અત્યંત નજીક આવી ગયું છે અને મુંબઈના સીમાડાઓ પર દસ્તક દઈ રહ્યું છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સેટેલાઈટ તસવીરોમાં દેખાતા ડીપ-વાઈટ અને ડાર્ક-રેડ પેચ (ગાઢ વાદળો) મુંબઈની એકદમ નજીક મંડરાઈ રહ્યા છે. પવનની દિશા અને ભેજનું પ્રમાણ જોતા એવું સ્પષ્ટ થાય છે કે ચોમાસું હવે મુંબઈથી અંતરના હિસાબે ઘણું ઓછું એટલે કે માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે.
વાદળોની ગતિવિધિ જોતાં આગામી ૨૪ થી ૪૮ કલાકની અંદર જ મુંબઈમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
