દિલ્હીમાં ખરાબ હવામાનને પગલે ત્રણ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ: મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા
લખનૌના ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ: એર ટ્રાફિક કંટ્રોલનો નિર્ણય

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં હવામાનમાં અચાનક પલટો આવતા વિમાની સેવાઓને માઠી અસર પહોંચી છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રતિકૂળ હવામાન અને વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થવાના કારણે એર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો છે. આ ખરાબ પરિસ્થિતિના કારણે દિલ્હી આવી રહેલા ત્રણ મહત્વના વિમાનોને સલામતીના કારણોસર અન્ય શહેરમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.
એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા ત્વરિત નિર્ણય લઈને આ ત્રણેય ફ્લાઇટ્સને ઉત્તર પ્રદેશના લખનૌ તરફ વાળી દેવામાં આવી હતી. ત્યારબાદ આ વિમાનોનું લખનૌના ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, કોઈપણ જાતનું જોખમ ખેડવા કરતા મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.
અચાનક ફ્લાઇટ ડાયવર્ટ થવાના કારણે વિમાનમાં સવાર મુસાફરો ભારે અગવડતામાં મુકાઈ ગયા હતા. લખનૌ એરપોર્ટ પર મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પ્રશાસને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુસાફરોને પોતાની ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરીને જ ઘરેથી નીકળવાની સલાહ આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
