તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો: સિરિક અને કેશમ ટાપુ પર બોમ્બમારો
અમેરિકન અપાચે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગ બબુલા: મધરાતે રાત્રે ઈરાન પર મોટી સૈન્ય કાર્યવાહી

વોશિંગ્ટન : અમેરિકી સેનાએ મોડી રાત્રે ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા સિરિક અને કેશમ ટાપુઓ પર જવાબી હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. સોશિયલ મીડિયા પર સાહૌરાક્ષો નામના એકાઉન્ટ દ્વારા વાયરલ થયેલા એક વીડિયોમાં રાત્રિના અંધકારમાં મોટા ધડાકાઓ જોઈ શકાય છે. આ કાર્યવાહી ઈરાન દ્વારા અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના વિરોધમાં કરવામાં આવી છે. બીબીસી, સીએનએન, ફોક્સ ન્યૂઝ, અલ જઝીરા અને સીએનબીસી જેવા આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તાજેતરના અહેવાલો અને આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો દ્વારા પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર અમેરિકન દળોએ ઈરાનના દક્ષિણી વિસ્તારોમાં આક્રમક સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા નિર્દેશ હેઠળ આ હુમલાઓ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સાહૌરાક્ષો નામના યુઝર દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રિના સમયે આકાશમાં મોટા વિસ્ફોટો થઈ રહ્યા છે. આરટી ન્યૂઝના લોગો વાળા ૦:૨૫ સેકન્ડના આ વીડિયો સાથે સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ અડધી રાત્રે ઈરાન પર બોમ્બ ફેંકી રહ્યા છે અને ખાસ કરીને સિરિક તથા કેશમ ટાપુને નિશાન બનાવવામાં આવ્યા છે.
આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં એક મોટી સૈન્ય ગતિવિધિ રહેલી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે ઈરાની દળોએ ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝની સામુદ્રધુની પર પેટ્રોલિંગ કરી રહેલા એક અત્યાધુનિક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. આ ઘટનામાં બંને પાઇલોટ સુરક્ષિત છે પરંતુ અમેરિકાએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપવો જરૂરી હતો.
અમેરિકી સૈન્યના સેન્ટ્રલ કમાન્ડે પણ સત્તાવાર સમર્થન આપતા જાહેર કર્યું છે કે સાંજે પાંચ વાગ્યાથી ઈરાન સામે સ્વબચાવમાં હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી ઈરાનના આક્રમણનો પ્રમાણસર જવાબ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ સિરિક વિસ્તાર, કેશમ ટાપુ અને બંદર અબ્બાસની આસપાસ અનેક મોટા ધડાકાઓ સાંભળવામાં આવ્યા છે અને ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય થઈ ગઈ છે.
ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ પણ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા અમેરિકન દળોને તે વિસ્તારમાંથી દૂર જવાની ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પશ્ચિમ એશિયામાં યુદ્ધની ભયાનક સ્થિતિ સર્જાઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
